- સુરત સિવિલ હોસ્પિ.ની ગુનાહીત બેદરકારી
- બાળકોના ICU માં એસી અને પંખાઓ બંધ
- છેલ્લા ત્રણ દિવસથી એસી બંધ હાલતમાં
- અનેક ફરિયાદ કરાઇ છતાં નથી થયા રિપેર
સુરત સિવિલ હોસ્પિટ્લની બેદરકારી સામે આવી છે જેમાં બાળકોના ICUમાં એસી અને પંખાઓ બંધ હાલતમા જોવા મળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી એસી અને પંખા બંધ હાલતમાં જોવા મળ્યા હતા. દર્દીઓના સગવાહલા દ્વારા અનેક ફરિયાદ કરાઈ છતાં એસી પંખા રીપેર કરવામાં નથી આવ્યા. જ્યાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક અઠવાડિયા પેહલા જ નવા AC લાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલના ચોથા માળે બાળકોનાં વોર્ડમાં વિવિધ તકલીફ ધરાવતા બાળકોને સારવાર આપવામાં આવે છે. જેમાં ગંભીર હાલતના બાળકોને ચાર- ચાર બેડના 2 પીઆઇસીયુમાં સારવાર આપવામાં આવે છે. કાળઝાળ ગરમીમાં બાળ દદીઓને રાહત મળે અને તકલીફ દૂર થાય તે માટે બંને પીઆઇસીયુમાં ચાર-પાંચ દિવસ પહેલા બે નવા એસી નાંખવામાં આવ્યા હતાં. જેમાં એક પીઆઇસીયુમાં એસી ત્રણ દિવસ પહેલા બંધ થઈ ગયું હતું. જેના લીધે પીઆઇસીયુમાં સારવાર લેતા દદીની હાલત કફોડી થઈ ગઈ છે.
આઇસીયુમાં એસી બંધ હોવાથી ગરમીમાં રાહત મળે તે માટે દર્દીના સબંધી પોતાના ઘરેથી ટેબલ પંખો લાવીને બાળકને હવા નાખી રહ્યા છે. જ્યારે અન્ય દદીના સંબંધી ત્યાં સારવાર લેતા બાળકને ગરમી ન લાગે તે માટે પેપર કે ફાઇલનો વીંઝણો બનાવીને હવા નાંખી રહ્યા છે.
વોર્ડના સ્ટાફે આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ઉપરાંત બોળકોના વોર્ડમાં પંખા પણ ઘણા સમયથી બંધ થઇ ગયા છે. જેથી પંખા રિપેરીંગ કરવા કે નવા નાંખવા અંગે વોર્ડના સ્ટાફે ફરિયાદ કરી હતી પણ આ અંગે ગંભીર દાખવતા નથી. બીજીતરફ પીઆઇસીયુમાં AC બંધ હોવાથી ગરમીમાં રાહત મળે તે માટે દર્દીના સબંધી પોતાના ઘરેથી ટેબલ પંખો લાવીને બાળકને હવા આપી રહ્યા છે. આમ અદ્યતન સિવિલના દાવા હેઠળ દર્દીઓને પડતી હાલાકી સિવિલની સાચી છબી ધરે છે.
આ પણ વાંચો:અમદાવાદની આ સ્કૂલમાં સિનિયર વિદ્યાર્થીઓ જુનિયરને જબરદસ્તી યુરિન….
