રિમાન્ડ/ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડવોર્ડમાં પ્રૌઢા પર દુષ્કર્મ કરનાર આરોપી એટેન્ડન્ટ ત્રણ દિવસના રિમાન્ડ પર

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં શરમજનક ઘટના સામે આવી હતી.રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ 55 વર્ષના પ્રૌઢાને માથું દબાવી દેવાનું કહી તેમના પર દુષ્કર્મ આચરનાર હોસ્પિટલના એટેન્ડન્ટને પોલીસે ત્રણ

Rajkot

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં શરમજનક ઘટના સામે આવી હતી.રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ 55 વર્ષના પ્રૌઢાને માથું દબાવી દેવાનું કહી તેમના પર દુષ્કર્મ આચરનાર હોસ્પિટલના એટેન્ડન્ટને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો હતો, એટેન્ડન્ટે હોસ્પિટલમાં અન્ય કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ આચરી હતી કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.તેમજ આરોપીના ગુનાહિત ઈતિહાસ અંગે તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Rape victim asked not to attend school as it would 'tarnish' name of  institute

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરમાં રહેતા 55 વર્ષના પ્રૌઢાને ગત તા.28ના સિવિલના કોવિડ બિલ્ડિંગના ચોથા માળે બી વિંગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તા.29ની રાત્રીના 1.30 વાગ્યે પ્રૌઢા નિદ્રામાંથી જાગી ગયા હતા અને પોતાના બેડ પર બેઠા હતા ત્યારે પીપીઇ કિટ પહેરીને હોસ્પિટલનો એટેન્ડન્ટ હિતેષ ઝાલા તેમની પાસે પહોંચ્યો હતો અને બેડ પર કેમ બેઠા છો, સૂઇ જાવ તેમ કહેતા પ્રૌઢાએ પોતાને માથું અને વાંસામાં દુખાવો થતી હોવાની વાત કરી હતી.

2 arrested for minor's rape in Aman Vihar, Delhi - India News

આરોપી હિતેષ ઝાલાએ વોર્ડમાં દાખલ અન્ય દર્દીઓની મજબૂરીનો કોઇ ગેરલાભ ઉઠાવ્યો હતો કે અન્ય કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ આચરી હતી કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.નરાધમ એટેન્ડન્ટે કરેલા કૃત્યથી પ્રૌઢા ડઘાઇ ગયા અને ડર હતો કે આ અંગે અત્યારે કોઇને કહેશે તો રાત દરમિયાન એટેન્ડન્ટ ઇન્જેક્શન મારીને પતાવી દેશે. આ ભયથી આખી રાત પ્રૌઢાએ ગુમસુમ રહીને વિતાવી હતી. વહેલી સવારે તેમના પરિવારજનોનો ફોન આવતા જ પ્રૌઢાએ આપવીતી જણાવી હતી. મહિલા પોલીસના પીઆઇ પટેલ સહિતના સ્ટાફે રવિવારે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો.