ગુજરાત માં કોરોના કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે .વધતા જતા સંક્રમણને લઈને સરકાર દ્વારા ૫ મે સુધી ૨૯ જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુ સિવાય ની બજારો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે .આ ઉપરાંત સરકાર દ્વારા કામ સિવાય ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવા માં આવી છે. વધતા જતા સંક્મણને લઈને અમુક જીલ્લાઓ માં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાયુ છે.
જેમાં નવસારીના ચિખલીમાં કોરોના સંક્રમણ વધતાતાલુકા વિકાસ અધિકારીના અધ્યસ્થાને યોજાઈ બેઠક યોજાઈ હતી જેમાં સોમથી શુક્ર સવારે 6 થી બપોરે 2 સુધી દુકાનો ખુલ્લી રહેશે . તેમજ શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રહેશે.
મહેસાણાના વિસનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન 9 મે સુધી લંબાવાયું. વધતા જતા સંક્રમણણે લીધે પાલિકા, વેપારી એસો.દ્વારા આ લેવાયો નિર્ણય લેવાયો છે . જયારે કોપર સીટી મર્ચન્ટ એસો.દ્વારા બજાર ખોલવાની જાહેરાત કરતા વેપારીઓ દ્વિધામાં મુકાયા છે.
