- રાજકોટમાં વધુ એક બોગસ ડોક્ટર પોલીસની ગિરફ્તમાં
- ક્રાઇમ બ્રાન્ચે ધનજી સોરાણી નામના શખ્સની કરી ધરપકડ
- ચાંચડીયા ગામથી બોગસ ડોક્ટરની કરાઈ ધરપકડ
- ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે કરતો હતો ચેડા
- પોલીસે કરી બોગસ ડોક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી
કાળમુખા કોરોના કાળમાં દેશ-દુનિયા થથરી રહી છે. આવા સમયે જો કોઇને સામાન્ય છીંક પણ આવી જાય તો તેને સીધો જ ઘરતી પરનો ભગવાન સમો ડોક્ટર યાદ આવે છે અને પોતાના જીવના રક્ષક સમા આવે કોઇ ડોક્ટર પાસે દેટ મુકે છે. પરંતુ ગુજરાતની અને ખાસ કરીને રાજકોટની સ્થિતિ કઇક વિચીત્ર જોવામાં આવી રહી છે અને તેનુ કારણ છે કે હાલનાં કોરોના યુગમાં પણ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાંથી એક બાદ એક નકલી ડોક્ટરો એટલે ‘મુન્નાભાઈ MBBS’ ઝડપાઈ રહ્યા છે. અને આજે ફરી એક વધુ નકલી ડોક્ટરો એટલે ‘મુન્નાભાઈ MBBS’ને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવી લીધો છે.
headlines / ખેડૂત આંદોલન સહિતના મુખ્ય સમાચાર…Watch News Headlines …

રાજકોટમાં વધુ એક બોગસ ડોક્ટર પોલીસની ગિરફ્તમાં આવ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધનજી સોરાણી નામના શખ્સની ધરપકડ કરી છે. કહેવાતો ડોક્ટર ધનજી સોરાણી રાજકોટનાં ચાંચડીયા ગામ પ્રેક્ટિસ કરી દર્દીઓને ઉગારવાની બદલે ઉઠાવી દેવાની કવાયતમાં જોતરાયેલો હતો. ચાંચડીયા ગામથી બોગસ ડોક્ટરની ધરપકડ કરાઈ છે. કહેવાતો ડોક્ટર ધનજી સોરાણી ડિગ્રી વગર જ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. રાજકોટ પોલાસ દ્વારા નકલી ડોક્ટરો એટલે ‘મુન્નાભાઈ MBBS’ એટલે કે કહેવાતા ડોક્ટર ધનજી સોરાણીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Vijay Diwas / 1971નાં યુદ્ધની વ્યૂહરચના ઘડવૈયા આ 3 ભારતીય સૈન્યાધિકારીઓને …
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બીમારોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કોઈ પણ જાતની માન્યતા વગર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર લલિત દેસાણીની ધરપકડ પણ થોડા દિવસ પૂર્વે જ કરવામાં આવી હતી. સાથે જ મેડિકલના સાધનો, દવાઓ તેમજ રોકડ રકમ સહિત કુલ 6300નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.
જુઓ આ વીડિયો અહેવાલ પણ – રાજકોટમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
