Not Set/ રાજ્યમાં છેલ્લા 24 કલાક માં 13,050 કેસ નોધાયા ,131 ના મોત

રાજ્યમાં રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસ ચોથા  દિવસે  ઘટતા  જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13,050  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 131 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 12,121  લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિત કેસ 6,20,472 છે. રાજ્યમાં કુલ […]

Top Stories Gujarat

રાજ્યમાં રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસ ચોથા  દિવસે  ઘટતા  જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13,050  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 131 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 12,121  લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિત કેસ 6,20,472 છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 1,48,297 છે.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,48,297 એક્ટિવ દર્દી છે, જે પૈકી 778 લોકો વેન્ટિલેટર પર છે અને 1,47,715 લોકો સ્ટેબલ છે. 4,64,396 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 7,779 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમાં 8, જામનગર કોર્પોરેશનમાં 9, ભાવનગર કોર્પોરેશનમાં 5 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 3 દર્દીના મોત થયા છે.