અમદાવાદ/ શેફ સંજીવ કપૂર સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સને આપશે ભોજન

રાજ્યમાં  કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અનેક  સેવાભાવી સંસ્થાઓ દર્દીઓને જમવા માટે આગળ આવી છે ત્યારે  સેફ સંજીવકુમાર અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ માનવતા  દર્શાવી છે. અને  ગુજરાત ની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે ત્રણ ટાઇમ ભોજન વ્યવસ્થા માટે મદદરૂપ થવાની સંમતિ આપી છે. કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ પ્રવર્તમાન સ્થિતિમાં મદદરૂપ થવા અને […]

Ahmedabad Gujarat

રાજ્યમાં  કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અનેક  સેવાભાવી સંસ્થાઓ દર્દીઓને જમવા માટે આગળ આવી છે ત્યારે  સેફ સંજીવકુમાર અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ માનવતા  દર્શાવી છે. અને  ગુજરાત ની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે ત્રણ ટાઇમ ભોજન વ્યવસ્થા માટે મદદરૂપ થવાની સંમતિ આપી છે. કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ પ્રવર્તમાન સ્થિતિમાં મદદરૂપ થવા અને સેવાયજ્ઞમાં જોડાવવા આગળ આવી રહી છે.

તેઓએ ગુજરાતના અમદાવાદ શહેરમાં 12 સેફની નિમણૂક કરી સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઇમ જમવાની વ્યવસ્થાનું બીંડુ ઉપાડ્યુ છે. તેઓનું માનવું છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે . તેમનામાં નવઉર્જાનો સંચાર થશે. તેઓ વધુ ઉત્સાહભેર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી શકશે.