ગુજરાતમાં કોરોના વાયરસ વધારે ગંભીર બનતો જાય છે. ત્યારે કોરોના વાયરસે અનેક પરિવારોને ઉજાડી નાંખ્યા છે. આવી પરિસ્થિતિમાં દેવભૂમી દ્વારકામાં એક કરુણ ઘટના બની હતી. કોરોના વાયરસના કારણે ચકચારી ઘટના બની હતી. અહીં એક પરિવારના મોભીને કાળમુખો કોરોના ભરખી ગયો હતો. જે બાદમાં પરિવારના મોભીના મોતના આઘાતમાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ બાદ મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આ મામલે મળતી માહિતી અનુસાર, દ્વારકામાં રહેતા અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા જયેશભાઈ જૈન નામના પ્રૌઢને કોરોના પોઝીટીવ આવ્યા બાદ ગઈકાલે રાત્રીના દોઢ વાગ્યે તેમનુ અવસાન થયુ છે. આજે સવારે જયેશભાઈ જૈનની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ ઘરે આવીને જયેશભાઈ જૈનના પત્ની સાધનાબેન તથા બે યુવાન પુત્રો કમલેશ અને દુર્ગેશ જૈને પોતાના ઘરે જ ઝેરી દવા પી લેતા પરિવારના મોભીના અવસાન બાદ તેમના પત્ની અને બન્ને પુત્રોના પણ મોત થયા હતા.
આ પણ વાંચો :પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં કોરોના સંક્રમણ વધતા 6 દિવસ માટે સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવ્યું
પિતાના મૃત્યુથી પરિવારના સભ્યોને આઘાત લાગતા આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. એક જ દિવસમાં જૈન પરિવારના 4 વ્યકિતના કોરોના મહામારી અને તેના આઘાતમાં મોત થતા ઘેરો શોક છવાઈ ગયો છે. એક જ પરિવારમાં ચાર ચાર મોતથી સમગ્ર દ્વારકા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. એવી માહિતી મળી છે કે પરિવાર ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જૈન પરિવારના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. આ સમગ્ર મામલે મામલતદાર તેમજ દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને વધારે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો :આણંદમાં કોરોનાનો કહેર, હોસ્પ્ટિલની 9 નર્સને લાગ્યું કોરોના ચેપ
રાજ્યમાં સતત બીજા દિવસે સાજા થનાર દર્દીઓ વધ્યા: રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાનવા 12,545 કેસ નોંધાયા છે. જેની સામે 13,021 દર્દીઓ સાજા થયા છે. સતત બીજા દિવસે કોરોનાની સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ગુરુવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ને કારણે 123 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8,035 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 75.92 ટકા છે. અત્યારસુધીમાં 1,01,60,781 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 28,69,476 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો :ગોંડલ નગરપાલિકાનાં ચીફ ઓફિસર અને સર્વેયરને ટાંટિયા ભાંગી નાખવાની મળી ધમકી

