કોરોનાના કહેરને ડામવા માટે હવે ગ્રામ્યના લોકોમાં જાગૃતા વધવા લાગી છે લોકો વગર કારણસર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે અને ગામડાઓમાં હવે સ્વૈચ્છિક લોકડાઉન લગાવામાં આવી રહ્યું છે જેથી લોકો આવી રીતે કોરોનાની ચેન તોડવાની કોશિશ કરી રહ્યા છે.
તાજેતરની જો વાત કરીએ તો રાધનપુર શહેર અને તાલુકાના ગામડાઓમાં કોરોના નું સંક્રમણ વધતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થવા પામ્યો હતો જેને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી 6 દિવસ માટે તા.06/05/2021 થી12/05/2021 સુધી રાધનપુરમાં સંપૂર્ણ લોક ડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને લઈને આજે સવારથી જ રાધનપુર ની બજાર માં વેપારીઓ દુકાનો દ્વારા બંધ રાખવામાં આવી હતી.
ખાલી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ જેવી કે ફ્રુટની લારીઓ મેડીકલ દવાઓ દવાખાનાઓ દૂધ શાકભાજી વસ્તુઓ ચાલુ રાખવામાં આવી હતી આ લોક ડાઉન કરવાનો નો નિર્ણય રાધનપુર નગરપાલિકા પ્રમુખ અને રાધનપુર નાયબ કલેકટર પ્રાંત સાહેબ તથા રાધનપુર પોલીસ સ્ટાફ ના સાથ સહયોગથી લોકડાઉન કરવામાં આવ્યું હતું અને આ નિર્ણયને વેપારીઓ અને પબ્લિક દ્વારા આવકારવામાં આવ્યો હતો
