કોરોનાના ગંભીર દર્દીઓ માટે ખૂબ જ રાહત ના સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરીને જણાવ્યું છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે હવે RT-PCR ટેસ્ટ જરૂરી નથી.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના અંગે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે રાજ્ય વાઈઝ કોરોનાના કેસો ઘટી રહ્યાં છે.26 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકા છે. તો 6 રાજ્યમાં 5 થી 15 ટકા કેસ છે.

બીજો ડોઝ લગાડનાર લોકોને રાજ્ય સરકારોએ પ્રાથમિકતા આપે

મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તંલેગાણા, ચંદીગઢ, લદ્દાખ, દમણ અને દીવ,લક્ષ્યદીપ તથા નિકોબારમાં પ્રતિદિન કેસો ઘટી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વેક્સિનનો બીજો ડોઝ લગાડનાર લોકોને રાજ્ય સરકારોએ પ્રાથમિકતા આપવી જોઈએ. લોકો બીજો ડોઝ લેવાની પ્રતિક્ષામાં છે તેથી આ વાતને સૌથી પહેલા મહત્વ આપવું જોઈએ.

બીજા રાજ્યમાં જવા માટે RTPCR ટેસ્ટની જરુર નથી
રાજેશ ભુષણે જણાવ્યું કે હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટીપીસીઆર ટેસ્ટની કોઈ જરુર નથી. એટલું જ નહીં પરંતુ કોઈ દર્દી હોસ્પિટલમાંથી રિકવર થઈ રહ્યો હોય તો પણ આટીપીસીઆર ટેસ્ટ કરાવવાની કોઈ જરુર નથી.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ માટે RTPCR ટેસ્ટની પણ જરુર નહી
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.મંત્રાલયે જણાવ્યું કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવા માટે આટીપીસીઆર ટેસ્ટ કરાવવાની કોઈ જરુર નથી. પુણેનું ઉદાહરણ આપતા મંત્રાલયે જણાવ્યું કે પુણેમાં નાઈટ કર્ફ્યુ બાદ 15 દિવસમાં કડક લોકડાઉનની અસર જોવા મળી છે. મુંબઈમાં કન્ટ્રોલ રુમ બનાવાયા હતા.
દર્દીઓને જ્યારે હોસ્પિટલની જરુર હોય ત્યારે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે છે
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે જેટલા પણ કોરોના ટેસ્ટના રિઝલ્ટ આવતા હતા તે ટેસ્ટ રિઝલ્ટને કન્ટ્રોલ રુમમાં મોકલાયા હતા. દર્દીઓને જ્યારે હોસ્પિટલની જરુર હોય ત્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે. મુંબઈમાં 800 એસયુવી બનાવાઈ છે. ભારતમાં કોરોના કહેરથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે .છેલ્લા કેટલાક સમયથી કોરોના નવા કેસોમાં જેટલો વધારો થાય છે એટલી જ રિકવરી પણ જોવા મળી રહી છે .જે થોડા રાહતના સમાચાર કહી શકાય
દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.45 લાખથી પણ વધારે કોરોના સંક્રમણના કેસો
દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.45 લાખથી પણ વધારે કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે. જયારે 3.45 લાખથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓમાં રીકવરી જોવા મળી રહી છે. સતત બીજા દિવસે પણ એકટિવ કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.દેશના અનેક રાજ્યોમાં કોરોના નવા કેસો કરતાં રિકવરીની સંખ્યા વધી રહી છે.મહારાષ્ટ્રમાં 41 હજાર કેસની સામે 72 હજાર દર્દીઓ સાજા થયા છે. જયારે એકટિવ કેસની વાત કરીએ તો સમગ્ર દેશમાં કર્ણાટક પ્રથમ સ્થાને છે. કર્ણાટકમાં સર્વાધિક 5.87 લાખ એક્ટિવ કેસો છે.ઉલ્લેખનીય છે કે ભારતમાં રિકવરી નો દર ધીમે ધીમે વધી રહ્યો છે અને આજે તેા નવા કેસોની સંખ્યા જેટલા જ રિકવરી કેસો સામે આવ્યા સામે આવ્યા છે.

