Not Set/ રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- વેક્સિન, ઓક્સિજન અને દવાઓની સાથે સાથે વડા પ્રધાન પણ….

એક તરફ કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં હાહાકાર મચી રહી છે, તો બીજી તરફ મોદી સરકારને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે દેશની પરિસ્થિતિ કોરોનાના ભયંકર સ્વરૂપને કારણે બેકાબૂ બની ગઈ છે,

Top Stories India

એક તરફ કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં હાહાકાર મચી રહી છે, તો બીજી તરફ મોદી સરકારને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે દેશની પરિસ્થિતિ કોરોનાના ભયંકર સ્વરૂપને કારણે બેકાબૂ બની ગઈ છે, જેના કારણે જનતાથી લઈને વિપક્ષ સુધીના દરેક લોકો મોદી સરકારની નિંદા કરી રહ્યા છે. મોદી સરકાર પર આરોપ છે કે તેઓ કોરોના માટે યોગ્ય નીતિ બનાવતા નથી અને હોસ્પિટલમાં પણ નથી બનાવતાના આરોપ લગાવામાં અવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણી વાર કોરોના વાયરસના મુદ્દે પીએમ મોદીની આલોચના કરે છે.

આ દરમિયાન ગુરુવારે તેમણે ફરી એક વખત પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે અને દેશમાં ઓક્સિજન અને દવાઓના ગાયબ થવાની સાથે સાથે વડા પ્રધાનના ગાયબ થવાની વાત કરી છે.

આ પણ વાંચો :દિલ્હીમાં કોરોના પોઝિટિવ દર ઘટ્યો, હોસ્પિટલોમાં બેડ પણ ખાલી : મનીષ સિસોદિયા

રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે વેક્સિન, ઓક્સિજન અને દવાઓની સાથે સાથે વડા પ્રધાન પણ ગુમ થયેલ છે, જો બાકી હોય તો, ફક્ત સેન્ટ્રલ વિસ્ટા, દવાઓ પર જીએસટી અને અહીં અને ત્યાં વડા પ્રધાનનો ફોટો. હકીકતમાં, રાહુલ ગાંધી કોવિડ 19 ની તૈયારી માટે વડા પ્રધાન પર સતત હુમલો કરી રહ્યા છે અને દેશમાં સંક્રમણના વધતા જતા કેસના પગલે ઓક્સિજન, દવાઓ અને રસીના અભાવ માટે સરકારની ટીકા કરે છે.

આ પણ વાંચો :વડા પ્રધાન મોદી કોરોનાને લઈને કાર્યવાહી કરી અનેક રાજયોના કલેકટર સાથે બેઠક કરશે

ગુરુવારે, દેશમાં કોવિડ 19 ના 3,62,727 નવા કેસ નોંધાયા છે. આ સાથે, સંક્રમણના કુલ કેસ વધીને 2,37,03,665 પર પહોંચી ગયા છે. જ્યારે કોરોના વાયરસના સંક્રમણને લીધે 4,120 લોકોનાં મોત બાદ, મૃતકોની સંખ્યા 2,58,317 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : દિલ્હીમાં કોવેક્સિનવાળા સેન્ટર બહાર તાળા, મહારાષ્ટ્ર-કર્ણાટકમાં પણ વેક્સિનની અછત