સરકારી યોજનાઓ સાથે આધાર કાર્ડ જોડવાનું સરકાર ફરજિયાત કરી રહી છે ત્યારે ઘણાને તેમાં મુશ્કેલી પડી રહી છે. તેથી હવે તેની મુદત વધારીને 31મી માર્ચ સુધીની કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલો પહોંચ્યો હતો. તે પછી સુપ્રીમમાં કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે આધાર કાર્ડ માટે વધારે સમય આપવામાં આવશે. બેંક ખાતા અને મોબાઇલ નંબર સાથે પણ આધાર કાર્ડ જોડવાની વાત છે. ત્યારે આ વાત ફરજિયાત કરવી કે કેમ તેની ચર્ચા છે. અરજદારે આ માટે દલીલો કરી હતી કે આધાર કાર્ડ ઘણા પાસે હજી પણ નથી. તેથી મુશ્કેલી થાય છે. આથી સરકારે જણાવ્યું કે આધાર કાર્ડને જુદી જુદી સરકારી યોજનાઓ સાથે જોડવાની સમયમર્યાદા ડિસેમ્બર સુધીની જ હતી તેને ત્રણ મહિના વધારાશે. આવતા વર્ષના ૩૧મી માર્ચ સુધીમાં આધાર કાર્ડને વિવિધ યોજનાઓ સાથે જોડી શકાશે. એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું કે જે લોકો પાસે આધારકાર્ડ ના હોય તેમને પણ સરકારી યોજનાનો લાભ આપવમાં આવશે. બીજી બાજુ બેંક ખાતા સાથે અને મોબાઇલ નંબર માટે પણ આધાર કાર્ડ જોડવાના નિયમનું શું તેની પણ કોઈ સ્પષ્ટતા હજી થઈ નથી.
Not Set/
સરકારી યોજનાઓ સાથે આધાર કાર્ડ જોડવાની મુદત વધારીને 31મી માર્ચ સુધીની કરવામાં આવી
સરકારી યોજનાઓ સાથે આધાર કાર્ડ જોડવાનું સરકાર ફરજિયાત કરી રહી છે ત્યારે ઘણાને તેમાં મુશ્કેલી પડી રહી છે. તેથી હવે તેની મુદત વધારીને 31મી માર્ચ સુધીની કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલો પહોંચ્યો હતો. તે પછી સુપ્રીમમાં કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે આધાર કાર્ડ માટે વધારે સમય આપવામાં આવશે. બેંક ખાતા અને મોબાઇલ […]
