Delhi Fire/  કનોટ પ્લેસની DCM બિલ્ડીંગમાં ભીષણ આગ, 9મા માળે બળતી ઊંચી જ્વાળાઓ; ફાયરની 10 ગાડીઓ સ્થળ પર

કનોટ પ્લેસની એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ બિલ્ડિંગના 9મા માળે લાગી છે. આગ બુઝાવવા માટે ફાયર ફાઈટરો કામ કરી રહ્યા છે. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે શનિવારે સાંજે 6.30 વાગ્યે કનોટ પ્લેસમાં ડીસીએમ બિલ્ડિંગમાં આગની જાણ થઈ હતી.

Top Stories India
Delhi Fire

દિલ્હીના કનોટ પ્લેસમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ બિલ્ડિંગના 9મા માળે લાગી છે. આગ બુઝાવવા માટે ફાયર ફાઈટરો કામ કરી રહ્યા છે.


ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે શનિવારે સાંજે 6.30 વાગ્યે કનોટ પ્લેસમાં ડીસીએમ બિલ્ડિંગમાં આગની જાણ થઈ હતી. બારાખંબા રોડ પર DCM બિલ્ડીંગના 9મા માળે આગ લાગી હતી.

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તેમજ બિલ્ડીંગમાં ક્યા પ્રકારની ઓફિસ છે, તેની માહિતી માંગવામાં આવી રહી છે.