હંમેશા પોતાના વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહેતા બલિયાનાં બેરિયાથી ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યુ છે. આ વખતે તેમણે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે.
રાજકારણ / કેન્દ્ર સરકારની વેક્સિન નીતિ સમસ્યાને વધુ બગાડી રહી છેઃ રાહુલ ગાંધી
આપને જણાવી દઇએ કે, બલિયાનાં બેરિયાથી ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહે કહ્યુ છે કે, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીમાં વડાપ્રધાન નહી પણ પટાવાળા બનવાની યોગ્યતા છે. તેમણે કહ્યુ કે, મને તેમના નિવેદન પર તરસ આવે છે. ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહ આગળ કહે છે કે રાહુલ દેશ મોટા પરિવારનાં દિકરા છે, દેશના નેતા નથી. વળી રાહુલ પાસે ટ્વીટ કરવાની ક્ષમતા પણ નથી. મને લાગે છે કે તેઓ કોઈ બીજા પાસેથી ટ્વીટ કરાવે છે. તેમણે વધુમાં કહ્યુ કે, રાહુલ ગાંધી વિશે સમગ્ર દેશ જાણે છે કે તે શું યોગ્ય છે. ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહ અહીંયા ન અટક્યા અને તેમણે કહ્યું કે, જ્યાં સુધી ભારતની ભૂમિ પર નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી બીજો કોઈ વડા પ્રધાન હોઈ શકે નહીં. એટલું જ નહીં, તેમણે રાહુલ ગાંધીને મુસ્લિમ સમ્રાટ ગણાવ્યા છે.
બોલિવૂડ / અનુપમ ખેરે પોતાના જ નિવેદનથી મારી પલટી, કહ્યુ- ભૂલો તે જ કરે છે જે…
સુરેન્દ્રસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મુસ્લિમ તુષ્ટિકરણથી તેઓ વડા પ્રધાન બની શકે છે, પરંતુ દેશની જનતા તેમને ક્યારેય વડા પ્રધાન તરીકે સ્વીકારશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી રાજકીય વિચારસરણી ધરાવતા નથી, તેઓ દેશ માટે શું કરશે? રાહુલ ગાંધી ફક્ત ટ્વીટ કેવી રીતે કરવું તે જાણે છે, કદાચ તેમણે તેમના માટે ઇટાલીથી કોઈને ભાડે રાખ્યા હોય. તેઓ માત્ર ટ્વીટથઈ કામ કરવાનું જાણે છે. તેમણે કહ્યુ કે, રાહુલ ગાંધી પર સવાલ કરવો તમારો સમય પણ બગડવો અને અમારો સમય પણ બગડવો છે. રાહુલ ગાંધીને દેશની કોઇ ચિંતા નથી, તેમને ફક્ત તેમની ચિંતા છે અને તેઓ બિનજરૂરી ટ્વીટ્સ કરતા રહે છે.
નિધન / કોરોનાથી સંક્રમિત AAP પૂર્વ MLA જરનૈલ સિંહે લીધો અંતિમ શ્વાસ, CM, DYCM એ શોક વ્યક્ત કર્યો
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહ પોતે ગૌમૂત્ર પીતા જોવા મળે છે. તેઓ દાવો કરી રહ્યા છે કે તેઓ નિયમિતપણે ગૌમૂત્રનું સેવન કરે છે, જે તેમને સંપૂર્ણપણે સ્વસ્થ રાખે છે. એટલું જ નહીં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ દરેકને ગૌમૂત્ર પીવાની સલાહ આપી રહ્યા છે. તેમનો દાવો છે કે ગૌમૂત્રનાં નિયમિત સેવનથી માત્ર કોરોનાને જ નહી પણ કોઇ પણ બીમારીને હરાવી શકાય છે.

