Not Set/ કોરોનાનાં નવા કેસ આજે 3 લાખ નીચે, દૈનિક મોતનો આંકડો હજુ પણ 4 હજારને પાર

કોરોનાની બીજી લહેરમાં દરરોજ આવતા નવા કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

Top Stories India

કોરોનાની બીજી લહેરમાં દરરોજ આવતા નવા કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આપણે આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો, દરરોજ નોંધાયેલા કેસોની સંખ્યા 4 લાખથી વધારે નોંધાઇ રહી હતી. જોકે, રાહતની વાત એ છે કે હવે આ આંકડો ત્રણ લાખની નીચે જતો હોય તેવું લાગી રહ્યું છે. covid19india.org દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં લગભગ 2.81 લાખ નવા કેસ નોંધાયા છે.

ગુજરાત / વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગનું નવુ બુલેટિન જાહેર, 18 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું વાવાઝોડું

ભારતમાં કોરોના સંક્રમણની ગતિ થોડી ધીમી પડી છે, પરંતુ કોવિડ દર્દીઓનાં મૃત્યુઆંકમાં હજુ ઘટાડો થયો નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 લાખથી ઓછા નવા કોરોનાનાં કેસ નોંધાયા છે જ્યારે કોવિડ રોગચાળાને કારણે 4,106 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. વર્લ્ડોમીટર અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2.81 લાખ નવા કેસ નોંધાયા છે. આપને જણાવી દઇએ કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં મોતનું  તાંડવ ઓછુ થવાનું નામ નથી લઇ રહ્યુ. covid19india.org દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,81,386 નવા કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે 4,106 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાહતની વાત છે કે દર્દીઓની રિકવરીમાં વધારો થઇ રહ્યો છે.  

વધુ એક સંકટ / સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા વચ્ચે ભૂકંપની નવી આફત, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંઘાઈ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે, દેશમાં કોવિડ-19 નાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. ઉપરાંત, કોરોના સંક્રમણનો દર પણ 16.98 ટકા રહ્યો છે. દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા સંક્રમણનાં કુલ કેસોનાં 14.66 ટકા છે. મંત્રાલયે કહ્યું કે, 74.69 ટકા એક્ટિવ કેસ 10 રાજ્યોમાં છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કોરોનાનાં નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 6 હજાર 456 નવા કેસ નોંધાયા હતા અને 262 લોકોનાં મોત નીપજ્યાં હતાં. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ પણ 10.40 ટકા પર આવી ગયો છે, જે 11 એપ્રિલ પછીનો સૌથી નીચો છે. આપને જણાવી દઈએ કે, 11 એપ્રિલે દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 9.43 ટકા હતો. દિલ્હીમાં 62 હજાર 700 થી વધુ એક્ટિવ કેસ છે.