Politics/ રાહુલનો સરકાર પર કટાક્ષ – PM Cares નાં વેન્ટિલેટર અને PM વચ્ચે ઘણી સમાનતાઓ છે

આજે દેશ કોરોના વાયરસની બીજી લહેરની ઝપટમાં આવી ગયો છે. દરરોજ લાખો દર્દીઓ આવતા મેડિકલ સિસ્ટમ પાટા પરથી ઉતરી ગઈ છે.

Top Stories India

આજે દેશ કોરોના વાયરસની બીજી લહેરની ઝપટમાં આવી ગયો છે. દરરોજ લાખો દર્દીઓ આવતા મેડિકલ સિસ્ટમ પાટા પરથી ઉતરી ગઈ છે. હોસ્પિટલમાં પલંગ, દવાઓ અને ઓક્સિજનનાં અભાવને કારણે કોરોના દર્દીઓનું મોત નીપજ્યું છે. દેશ તબીબી સુવિધાઓ અને માળખાગત સુવિધાના અભાવથી પીડાઈ રહ્યો છે.

અનોખી સજા / લો બોલો!! લોકડાઉનનું ઉલ્લંઘન કરશો તો મળશે ‘રામ નામ’ લખવાની સજા

દરમિયાન, પીએમ કેર્સ ફંડ હેઠળ રાજ્યોને વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા, પરંતુ આપવામાં આવેલા વેન્ટિલેટરમાં ખામીઓ હતી, જેના પછી તે માત્ર હોસ્પિટલોમાં પડી રહ્યા છે, જેના માટે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાંબ્દિક હુમલો કર્યો છે. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી સતત કોરોના પછી મોદી સરકાર પર નિશાન તાકી રહ્યા છે. હવે તેમણે પીએમ કેર્સ ફંડમાંથી ઈશ્યૂં કરાયેલા આ વેન્ટિલેટર અંગે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. સોમવારે એક ટ્વીટમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે પીએમ કેર્સનાં  વેન્ટિલેટર અને પીએમ વચ્ચે ઘણી સમાનતાઓ છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં મોદી સરકાર પર કટાક્ષ કરતા લખ્યું કે, વડા પ્રધાનનાં વેન્ટિલેટર અને ખુદ વડા પ્રધાન વચ્ચે ઘણી સમાનતાઓ છે. બંનેનો ખૂબ ખોટો પ્રચાર, પોતાનુ કામ કરવામાં પૂરી રીતે ફેઇલ અને જરૂરિયાત સમયે બંનેને શોધવાનું મુશ્કેલ છે.’

સંક્રમિત દર્દીઓ માટે રાહત / કોરોનાથી લડવા વધુ એક હથિયાર ભારતને મળ્યું, DRDO ની એન્ટી કોવિડ દવા 2-DG લોન્ચ

આપને જણાવી દઈએ કે, દેશનાં ઘણા રાજ્યોમાં પીએમ કેર્સ ફંડ અંતર્ગત મળેલા ખરાબ વેન્ટિલેટરનો મામલો હેડલાઇન્સમાં આવ્યો છે. હોસ્પિટલનાં વહીવટી તંત્ર દ્વારા આ વિક્ષેપિત વેન્ટિલેટર વિશે પણ ડોકટરોએ હાથ ઉંચા કરી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ કેર્સ ફંડમાંથી વેન્ટિલેટર સંપૂર્ણપણે નકામું છે, તેમા ઓક્સિજનનો ફ્લો કે પ્રેશર આવતુ નથી, તે ચાલતા ચાલતા બંધ પણ થઇ જાય છે.