સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ તાલુકાના ગ્રામ્ય પંથકોમાં તાઉતેની અસરને કારણે વઢવાણ, ચૂડા, લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા, થાન, સાયલા, મૂળી સહિતના તાલુકા મથકો તેમજ ગ્રામ્ય પંથકમાં આવેલા વીજ થાંભલાઓ ભારે પવનને કારણે પડી ગયા હતા. સુરેન્દ્રનગરની મુખ્ય ની કચેરીએથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લામાં ૧૬મેએ ૩૪ જેટલા વીજથાંભલા પડી ગયા હતા. વીજતંત્રના અધિકારી એમ.સી.ઘેલાણીએ કહ્યું, સોમવારની સાંજ સુધી થાંભલાઓ ઉભા કરી દેવાશે. ઉપરાંત ૧૦ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતાં.

તાઉતે વાવાઝોડા અંગે જિલ્લા કલેકટરે ચોટીલા મામલતદાર કચેરી ખાતે ચોટીલા પંથકના સંભવિત ગામો અંગે ચર્ચાઓ કરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પરિસ્થિતિ અંગે ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત કરી હતી. જિલ્લા કલેકટર કે.રાજેશે આજે ચોટીલા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીઓ આર.બી.અંગારી, મામલતદાર પી.એલ.ગોઠી ડેપ્યુટી તાલુકા વિકાસ અધિકારી, ડીડીઓ તેમજ ચોટીલા નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે ચોટીલામાં તાઉતે વાવાઝોડું પ્રવેશ કરે તો તે અંગે કયા-કયા ગામોને એલર્ટ કરવા તેમજ તે ગામોની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરાઇ હતી અને ચોટીલાના સંભવિત ગામોમાં નાની મોલડી, મોટી મોલડી, ભીમગઢ, કાળાસર સહિત ૧૦થી વધુ ગામો સંભવિત હોવા અંગેની ચર્ચાઓ કરાઇ હતી.

વાવાઝોડાની ઇફેકટ વાવાઝોડા અને વરસાદની સ્થિતિને ધ્યાને લઇ ધ્રાંગધ્રા સંસ્કારધામમાં એનડીઆરએફની બે ટીમનું આગમન ધ્રાંગધ્રા અને ચોટીલામાં સ્થિતિને ધ્યાને રાખી એનડીઆરએફની ટીમને તૈનાત રહેવા સુચના અપાઇ છે.
