સીબીએસઈની ધોરણ 12 બોર્ડની પરીક્ષાને લઈને આજે મોટો નિર્ણય આવી શકે છે. પરીક્ષા અંગેની મૂંઝવણ વચ્ચે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. સવારે 11.30 વાગ્યે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આ વર્ચુઅલ મીટીંગમાં દરેક પાસાને ધ્યાનમાં લીધા પછી નક્કી કરવામાં આવશે કે ધોરણ 12 બોર્ડની પરીક્ષા લેવામાં આવશે કે નહીં.
સોશિયલ મીડિયા પર પરીક્ષા રદ કરવાની માંગની વચ્ચે આજે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક મોટી બેઠક બોલાવી છે. જેમાં CBSE-ICSE 12ની બોર્ડની પરીક્ષાની સાથે NEET અને JEE મેન્સ (JEE Mains) સહિતની અન્ય પરીક્ષાઓ બાબતે પણ નિર્ણય લેવામાં આવી શકાય છે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડો. રમેશ પોખરિયાલ નિશાંકે શનિવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે રવિવારે કેન્દ્ર સરકારે તમામ રાજયોના શિક્ષણ પ્રધાનો, શિક્ષણ સચિવો, રાજ્ય બોર્ડના પ્રમુખ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંબંધિત અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.
https://twitter.com/DrRPNishank/status/1396011658720468997?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1396011658720468997%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fnational%2Fnews%2Fstandard-12-exam-will-be-taken-or-not-decision-in-a-few-minutes-at-the-meeting-of-top-ministers-128518632.html
આજે ધોરણ 12નીબોર્ડની પરીક્ષાઓ અંગે અધિકારીઓ અને મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે (23 મે) સવારે 11.30 વાગે બેઠક મળશે. આ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ સચિવો, પરીક્ષાઓ લેનારા બોર્ડના અધ્યક્ષોની હાજરી હશે.
અપડેટ મુજબ સીબીએસઈ સામાન્ય રીતે ધોરણ 12ના વિદ્યાર્થીઓની 174 વિષયોની પરીક્ષા લે છે. જેમાંથી 20 વિષયોને પ્રમુખ માનવામાં આવે છે અને આ વિષયોમાં ભૌતિક શાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, ગણિત, જીવ વિજ્ઞાન, ઈતિહાસ, રાજનીતિ વિજ્ઞાન, વ્યવસાયિક અધ્યયન, અકાઉન્ટ્સ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, અને અંગ્રેજી સામેલ છે. સીબીએસઈનો એક વિદ્યાર્થી ઓછામા ઓછા 5 વિષય અને મહત્તમ 6 વિષય લઈ શકે છે. આ કુલ વિષયોમાંથી સામાન્ય રીતે 4 વિષય પ્રમુખ હોય છે.
આપને જણાવી દઈએ કે, ધોરણ 12 ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ પણ મુઝવણમાં મુકાયા છે.પરીક્ષા કઈ રીતે યોજાશે,MCQ પદ્ધતિ કે પછી અન્ય પદ્ધતિથી પરીક્ષા યોજાશે તે અંગે સવાલ છે.વાલીઓમાં પણ હાલ ચાલી રહેલ મહામારીની વચ્ચે પરીક્ષા યોજાય તો પોતાના બાળકો સંક્રમિત નાં થાય તેને લઈને પણ ચિંતા છે..ખાનગી ટ્યુશન કલાસીસના શિક્ષકોએ પણ હવે ભણાવવાનું શરુ કર્યું છે પરંતુ ઓન્લએન અભ્યાસમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે સમજી શકતા નથી.આમ વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો પણ અસમંજસમાં મુકાયા છે.

