Not Set/ અમરેલીના પીપાવાવમાં કોસ્ટગાર્ડ જવાનોનું રેસ્ક્યુ ઓપરેશન, બચાવ્યા 22 માછીમારોને

વાવાઝોડા દરમિયાન અમરેલીના પીપાવાવ કોસ્ટગાર્ડના જવાનોએ જીવના જોખમે 22 જેટલા માછીમારોને બચાવ્યા છે. શિયાળબેટ ટાપુ પર લંગારાયેલી બોટો તણાતા માછીમારો બોટોને બાંધવા માટે ગયા હતા.

Gujarat Others

વાવાઝોડા દરમિયાન અમરેલીના પીપાવાવ કોસ્ટગાર્ડના જવાનોએ જીવના જોખમે 22 જેટલા માછીમારોને બચાવ્યા છે. શિયાળબેટ ટાપુ પર લંગારાયેલી બોટો તણાતા માછીમારો બોટોને બાંધવા માટે ગયા હતા. આ દરમિયાન ડુબી જતા કોસ્ટગાર્ડની ટીમ મદદ માટે પહોંચી હતી.

લગભગ 22 જેટલા માછીમારો પોતાની બોટોને બાંધવા દરિયામાં ગયા હતા. પરંતુ તેઓ વાવાઝોડામાં ફસાઈ ગયા હતા. આવામાં જીવ જોખમ પર આવી જતા માછીમારોને ડૂબવાનો ભય લાગ્યો હતો. તેથી તેઓએ ડૂબી જતા ‘બચાવો બચાવો…’ ની રાડો પાડી હતી. ત્યારે પોર્ટ પર સ્ટેન્ડ બાય કોસ્ટગાર્ડની ટીમે આ દ્રશ્યો જોયા હતા.

આ પણ વાંચો :ભાવનગરમાં પોતાના બાળકો માટે જ માતા બની યમરાજ, પાણીમાં ડૂબાડીને સંતાનોને ઉતાર્યા મોતને ઘાટ

પીપાવાવની કોસ્ટગાર્ડ ઇમરજન્સી બોટ સાથે જાંબાજ જવાનોઓ વાવાઝોડા વચ્ચે માછીમારોને બચાવવા દરિયા વચ્ચે પહોંચ્યા હતા. પીપાવાવ પોર્ટ અને શિયાળ બેટના દરિયા વચ્ચે લગભગ 8 કલાકથી વધુ સમય સુધી દિલધડક ઓપરેશન ચાલ્યું હતું. જેના અંતે 22 જેટલા માછીમારોને કોસ્ટગાર્ડ ટીમ દ્વારા જીવના જોખમે બચાવી લેવાયા હતા.

આ પણ વાંચો :ગુજરાતનું આ પ્રસિદ્ધ મંદિર તા.1 જૂન સુધી બંધ રહશે

આ પણ વાંચો :ગાંધીનગરના પેથાપુરમાં જાહેરમાં જુગાર રમતા 9 લોકો પકડાયા