Not Set/ કરિયાણાની દુકાનમાં ચોરી કરતો આરોપી પકડાયો

કરીયાણાની દુકાનમાં ચોરી કરતાે આરોપી પકડાયો

Gujarat

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરિયાણાની દુકાનોના શટલ તોડી ચોરી કરતા આરોપીની પકડી પાડ્યો છે.  કરિયાણાના માલસામાનની ચોરી કરીને  આરોપી માલસામાન અડધી કિંમતે વેચી દેતો હતો.

શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે 6 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી કરિયાણાની દુકાનોના શટલ તોડી ચોરી કરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી શૈલેષ ઉર્ફે ટીનો ઠાકુર ખોડિયાર નગર, રતનપુર ગામ, ગાંધીનગરનો રહેવાસી છે.

અમદાવાદ, ગાંધીનગર અને બીજા જિલ્લાઓમાં  પણ આરોપી ચોરીને અંજામ આપી ચુક્યો છે.  દુકાનના શટલ તોડીને ચોરી કરતો હતો અને કરિયાણાની જ ચોરી કરતો હતો. જ્યારે આરોપીને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી છેલ્લા 5 વર્ષથી પોલીસને હાથથાળી આપીને નાસ્તો ફરતો હતો.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હજીપણ અનેક ચોરીના બનાવોના ભેદ ઉકલી શકે છે.