સુરેન્દ્રનગર/ તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાના કોરોના વિશે જાગૃતિ લાવવા અને વેકસીન અંગે ગેર માન્યતાઓ દૂર કરવાના પ્રયાસો

હાલ રાજ્યભરમાં કોરોનાના કેસો માં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારો માં કોરોનાના કેસો ન વધે અને સંક્રમણ ન ફેલાય એ હેતુ થી તંત્ર અને સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કોરોના વિશે જાગૃતિ

Top Stories Gujarat

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ@ સુરેન્દ્રનગર

હાલ રાજ્યભરમાં કોરોનાના કેસો માં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારો માં કોરોનાના કેસો ન વધે અને સંક્રમણ ન ફેલાય એ હેતુ થી તંત્ર અને સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કોરોના વિશે જાગૃતિ લાવવા અને વેકસીન અંગે ગેર માન્યતાઓ દૂર કરી લોકોને વેકસીન લેવા સહિતની જાગૃતિ ફેલાવવા તંત્ર દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે.

 સરકારને સહયોગી થવા આગાખાન ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારના આંગણવાડીઓ, અને ગામડાઓ માં જઇ લોકો ને આંગણવાડી ઓના બાળકોને માસ્ક અને સાબુ નું વિતરણ ,તેમજ લોકો ને કોરોના જાગૃતિ અંગેની પત્રિકા,અને વારંવાર હાથ ધોવા સાબુ, સેનેટાઇઝર સહિત ની જરૂરિ વસ્તુઓ નું વિતરણ કરાઈ રહ્યું છે.

જેમાં સંસ્થા દ્વારા નાના બાળકો, વડીલો સહિત તમામ ને માફક આવે એ પ્રમાણે વિવિધ સારી ગુણવત્તા યુક્ત સાબુઓનું પણ વિતરણ કરાઈ રહ્યું છે જેનો ચુડા,સાયલા,ચોટીલા અને મુળી એમ ચાર તાલુકા ના 127 જેટલા ગામડાઓમા માઇક દ્વારા અપીલ કરી,સૂચનો આપી ચીજવસ્તુઓ નું વિતરણ કરવા “કોરોના જાગૃતિ રથ” ફરી રહ્યો છે અને છેવાડાના ગામડા સુધી કોરોના થી બચવા સાચી માહિતીપુરી પાડવા નું ભગિરથ સેવાકીય કાર્ય ને લોકોએ પણ ઉત્સાહ પૂર્વક આવકાર્યું હતું.

જેટલા લોકો વધારે રસીકરણ લે તે બહુ સારું છે : સહદેવસિંહ જાડેજા (D.O.આગાખાન ટ્રસ્ટ,ચુડા)

કોવિડને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સાયલા મૂડી ચુડા તાલુકાના 127 પ્રચાર રથના માધ્યમથી અને આરોગ્ય ટીમ સાથે અને ગામોમાં પ્રચાર પ્રસાર માર્ગદર્શન આપવામાં આવે છે.લોકોમાં જાગરૂકતા ઉભી કરવામાં આવે છે જેમાં માસ્ક પહેરી રાખવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, ગામની આજુબાજુ સાફ-સફાઈ રાખવી, રસીકરણ માટે બને ત્યાં સુધી જેટલા લોકો વધારે રસીકરણ લે તે બહુ સારું છે તો સરપંચ દ્વારા અને ગામના આગેવાનો દ્વારા રસી માટેનું પણ આયોજન કરેલું અને રામદેવગઢ ગામમાં આજે ગામમાં રસીકરણમાં કેમ્પ પણ કરેલા, ગામોમાં વધારે લોકોને મહામારીને ધ્યાનમાં રાખીને જાગૃત કરવામાં આવે છે.

રસીલો, માણસો ભેગા ન કરો તેમજ ગામની સ્વચ્છતા જાળવો : મોહબત સિંહ , (ગ્રામ આગેવાન,રામદેવગઢ)

આગાખાન ટ્રસ્ટ દ્વારા રામદેવ ગઢમાં થાય કોરોનાને લઈને સુંદર જાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને કોરોના વધતો અટકાવવા માટે રસીલો, માણસો ભેગા ન કરો તેમજ ગામની સ્વચ્છતા જાળવો તેવો સંદેશો પાઠવવામાં આવે છે.

સેકન્ડ આવવાની તૈયારી છે ત્યારે લોકો જાગૃત રહે : બી.એમ.વાજા(T.H.O,ચુડા)

તાલુકાના જુદા જુદા ગામોમાં આઇસી રથ ફેરવવામાં આવે છે. જેમાં આગાખાન ટ્રસ્ટ દ્વારા લોકોને જરૂરિયાત મંદ લોકોને સેનેટાઈઝર સાબુ અને માસ્કનું વિતરણ કરવામાં છે,કોરોના માટે જાગૃતિ કેળવવા માટે પ્રચાર કરવામાં આવે છે. સેકન્ડ આવવાની તૈયારી છે ત્યારે લોકો જાગૃત રહે.