@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
લીંબડી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા કાશીબેન કરશનભાઈ મકવાણાને 1 પુત્ર અને 4 પુત્રી છે. વધતી ઉંમર અને આજીવિકાનું કોઈ સાધન નહીં હોવાથી કાશીબેન મુશ્કેલીથી જીવનનું ગાડુ ચલાવતા હતા. પુત્ર કે પુત્રીઓ પાસે પૂરતી આર્થિક મદદ નહીં મળતા વૃદ્ધ માતાને જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી વેઠવી પડતી હતી. કાશીબેન લીંબડી પ્રાંત કચેરીમાં પુત્ર અને પુત્રી પાસેથી જીવન નિર્વાહ અને ભરણપોષણ માટે નિશ્ચિત રકમ મળી રહે તે હેતુથી તા.22 ઓક્ટોમ્બર 2020 નાં રોજ અરજી દાખલ કરી હતી. પરંતુ કોરોનાને કારણે કેસ આગળ ચાલી શક્યો નહતો.
ગુજરાત: સુરેન્દ્રનગર ખાતે લોકરક્ષકની તાલીમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તાલીમાર્થીઓનું જિલ્લા પોલીસવડા દ્વારા કરાયું સમ્માન
લીંબડી ડેપ્યુટી કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકીએ વૃદ્ધ કાશીબેન મકવાણાનો કેસ ચલાવવાની કામગીરી હાથ ધરી તા.18 માર્ચથી તા.3 મે 2021 સુધીમાં 6 મુદ્દત દ્વારા બન્ને પક્ષોને સાંભળ્યા હતા. તા.10 મે નાં રોજ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એચ.એમ.સોલંકીએ હુકમ કરી આદેશ આપ્યો હતો કે અમદાવાદ બેંકમાં નોકરી કરતા વૃદ્ધ કાશીબેનનાં પુત્ર પ્રવિણકુમાર માતાને દર મહિને રૂ.8,000 તથા બીમાર પડ્યે તબીબી ખર્ચ આપશે. કાશીબેનનાં પુત્રી શિક્ષિકા તરીકે અમદાવાદમાં ફરજ બજાવતા કુંદનબેન દર માસે માતાનાં ભરણ પોષણ માટે રૂ.2,000 આપવાનો હુકમ કર્યો હતો.

