@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા પાસેનાં ધ્રુમઠ હાઈવે પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર તેલનાં ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતાં તેલ ભરેલું ટેન્કરે પલ્ટી મારી ગયુ હતુ. આ અકસ્માતની ઘટના બાદ ટેન્કરમાંથી તેલ લીકેજ થતા તેલ લેવા માટે આજુબાજુનાં લોકોએ પડાપડી કરી હતી.
ગુજરાત: ચોટીલા ચામુંડા માતાજીનો ડુંગર અદ્ભુત પ્રકૃતિથી ખીલી ઉઠ્યો
આપને જણાવી દઇએ કે, તેલનો આજનાં સમયમાં ભાવ આસમાને છે. ત્યારે તેલની સ્થાનીકોએ ડોલ ભરી ભરીને લૂંટ કરી હતી. ધ્રાંગધ્રા પાસેના ધ્રુમઠ હાઈવે પાસે આ અકસ્માતની ઘટના બની હતી. ટેન્કર હાઈવે પર પલ્ટી ખાતા ટ્રાફીકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. અને કલાકો સુધી જામ રહેતા અકસ્માતની બંને બાજુ વાહનોની ખુબ લાંબી કતારો લાગી ગઇ હતી. આ અકસ્માતની ઘટના બાદ ટેન્કરમાંથી તેલ લીકેજ થતાં તેલ લેવાં માટે આજુબાજુનાં લોકોએ પડાપડી કરી હતી. તેલનો ભાવ આસમાને છે. ત્યારે તેલની સ્થાનીકોએ ડોલ ભરી ભરીને લૂંટ કરતા દ્રશ્યો સૌ કોઇને ચોંકાવી દે તેવા હતા. ટેન્કર હાઈવે પર પલ્ટી ખાતા કલાકો સુધી ટ્રાફીક જામ થયો હતો. હાઇવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હાઈવે પુન: કાર્યરત કર્યો હતો. અમદાવાદ- ધ્રાંગધ્રાનાં ધૃમઠ હાઈવે પાસે આ ગોઝારા અકસ્માતની ઘટના બની હતી.

