Not Set/ કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા, મોટી માત્રામાં હથીયારો મળી આવ્યા 

તુ હજુ પણ કાશ્મીરી લોકો શાંતિ અને વિકાસ માટે ઝંખી રહ્યા છે. આજે પણ કશ્મીરી યુવાનો આતંકો બનવા માટે પ્રેરિત થી રહ્યા છે. તો જનતા આતંકવાદનો  ભોગ બની રહી છે. 

Top Stories India

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબુદ કર્યા ને ઘણો સમય પસાર થઇ ચુક્યો છે. સંખ્યાબંધ નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. કેટલાક ને મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યને બે કેન્દ્ર શાષિત પ્રદેશમાં વહેચવામાં આવ્યું છે. વિકાસની અને શાંતિની  વાતો પણ ઘણી થઇ છે. પંરતુ હજુ પણ કાશ્મીરી લોકો શાંતિ અને વિકાસ માટે ઝંખી રહ્યા છે. આજે પણ કશ્મીરી યુવાનો આતંકો બનવા માટે પ્રેરિત થી રહ્યા છે. તો જનતા આતંકવાદનો  ભોગ બની રહી છે.

કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. હથિયારોની દાણચોરીને નિષ્ફળ બનાવતા ત્રણ એકે 47 રાઇફલ્સ, છ એકે 47 મેગેઝિન, ચાર પિસ્તોલ અને પિસ્તોલના નવ મેગેઝિન મળી આવ્યા હતા. પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આપને જણાવી દઈએ કે કુપવાડા પોલીસને આતંકવાદી કાવતરા અંગે માહિતી મળી હતી. આ પછી પોલીસ અને સેનાએ સંયુક્ત રીતે તાંગધાર સેક્ટર કુપવાડાના આગળના સીઝમાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન શસ્ત્રો કબજે કર્યા હતા.  આ વિસ્તારમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પહેલા શુક્રવારે શોપિયનના ગનપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટરમાં  આતંકવાદીને મારવામાં પણ સફળતા મળી હતી. માર્યા ગયેલા આતંકીની ઓળખ એતમાદ અહેમદ ડાર તરીકે થઈ પોલીસે જણાવ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી સક્રિય હતો અને લશ્કર માટે કામ કરતો હતો. પોલીસને એન્કાઉન્ટર સ્થળેથી એકે -56, દારૂગોળો સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે.

આતંકવાદીઓની હાજરીની બાતમીના આધારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. કોર્ડન સજ્જડ જોઈને છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું.  જવાબી કાર્યવાહી કરતા પહેલા સુરક્ષા દળોની સંયુક્ત ટીમે આતંકવાદીઓને શરણાગતિની તક આપી હતી. આ હોવા છતાં આતંકવાદીઓ વતી ફાયરિંગ ચાલી રહી છે. આ પછી, સૈનિકોએ મોરચો સંભાળીને આતંકવાદીને ઠાર માર્યો હતો.

હાલમાં જ જમ્મુ-કાશ્મીરના અવંતિપોરા પોલીસે આતંકવાદી સંગઠનમાં જોડાવાની યોજના બનાવી રહેલા છ યુવાનોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત સુરક્ષા દળો સાથેના સંયુક્ત ઓપરેશનમાં અવંતિપોરા પોલીસે જૈશ -એ-મોહમ્મદના 7 આતંકીઓને પણ પકડ્યા હતા.

ઘણીબધી જગ્યાએ  દરોડા પાડ્યા બાદ અવંતિપોરા પોલીસે સૈન્ય અને સીઆરપીએફના જવાનો સાથે મળીને છ આતંકીઓની ધરપકડ કરી હતી, જેઓ આતંકવાદી  સંગઠનમાં જોડવાની યોજના બનાવી રહ્યા હતા.