ઉત્તરપ્રદેશ/ ગોંડામાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે બે માળનું મકાન ધરાશાયી થયું ,7 ના મોત થયા

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો . સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે અહીં એક બે માળનું મકાન ધરાશાયી થયું હતું, જેમાં  7 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત પછી, ગામ લોકોએ તાત્કાલિક મદદ કરી અને 14 લોકોના જીવ બચાવ્યા હતા . કાટમાળમાં દટાયેલા આ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 7 લોકો પણ […]

Top Stories India

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો . સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે અહીં એક બે માળનું મકાન ધરાશાયી થયું હતું, જેમાં  7 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત પછી, ગામ લોકોએ તાત્કાલિક મદદ કરી અને 14 લોકોના જીવ બચાવ્યા હતા . કાટમાળમાં દટાયેલા આ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 7 લોકો પણ ખરાબ રીતે ઘાયલ થયા છે. આ લોકોની હાલત ગંભીર હોવાનું  જાણવા મળ્યું  . હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોંડા એસપી સંતોષકુમાર મિશ્રાએ  જણાવ્યું કે  હાલ પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

ગોંડા એસપી સંતોષકુમાર મિશ્રા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 7 લોકોના મોતની પુષ્ટિ કરતાં તેમણે કહ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, બીજી તરફ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ ઘટના બની છે તેના ઘરના માલિક પાસે પણ ફટાકડા બનાવવાનો લાયસન્સ હતો. અત્યારે પોલીસ આગળની કાર્યવાહીમાં વ્યસ્ત છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોંડામાં ગેસ સિલિન્ડરના વિસ્ફોટના કારણે થયેલા અકસ્માત અંગે  દુઃખ વ્યક્ત કર્યું છે. આ બાબતની નોંધ લેતા તેમણે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે, ઇજાગ્રસ્તોની યોગ્ય સારવાર, અને આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે પણ આદેશો આપવામાં આવ્યા છે.

આ ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં 3 બાળકો સહિત 2 પુરુષો અને 2 મહિલાઓ છે. જ્યારે અન્ય 7 લોકો પણ ખરાબ રીતે ઘાયલ થયા છે. જોકે, ગ્રામજનોની મદદથી 14 લોકોનો બચાવ થયો હતો. એવું કહેવામાં આવ્યું છે કે હજી પણ વધુ લોકો કાટમાળમાં ફસાયા હોઈ શકે છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વહીવટી અધિકારીઓ પણ આવી પહોંચ્યા છે.