Technology/ હવે થી યુ-ટયુબ વીડિયોથી થતી કમાણી પર લાગશે ટેક્સ

શું તમે એક યુ-ટયુબર છો ? જો તમારો જવાબ હા હોય તો હવેથી તમારી કપાણીનો પૂરો હિસ્સો તમારા ખિસ્સામાં નહીં આવે. જો તમે પણ યુ-ટયુબ પર વીડિયો બનાવો છો અને એ તમારી કમાણીનું માધ્યમ છે તો હવેથી તમને થનારી કમાણી પર ટેક્સ લાગશે. હવે યુ-ટયુબ ઉપર તમારે ટેક્સનું ચૂકવણું કરવું પડશે. જો કે અમેરિકાના ક્ધટેન્ટ […]

Tech & Auto

શું તમે એક યુ-ટયુબર છો ? જો તમારો જવાબ હા હોય તો હવેથી તમારી કપાણીનો પૂરો હિસ્સો તમારા ખિસ્સામાં નહીં આવે. જો તમે પણ યુ-ટયુબ પર વીડિયો બનાવો છો અને એ તમારી કમાણીનું માધ્યમ છે તો હવેથી તમને થનારી કમાણી પર ટેક્સ લાગશે. હવે યુ-ટયુબ ઉપર તમારે ટેક્સનું ચૂકવણું કરવું પડશે. જો કે અમેરિકાના ક્ધટેન્ટ ક્રિએટર્સ પર કોઈ ટેક્સ નહીં લાગે પરંતુ ભારત સહિત દુનિયાના તમામ ક્ધટેન્ટ ક્રિએટર્સને યુ-ટયુબથી થનારી કમાણી પર ટેક્સ લાગુ પડી જશે.

હવે દુનિયાભરમાં યુ-ટયુબ પર વીડિયો બનાવીને અપલોડ કરીને પૈસા કમાવવા બહુ સામાન્ય બની ગયા છે. ભારતમાં પણ લાખો લોકો એવા છે જે દરરોજ વીડિયો બનાવીને યુ-ટયુબ ઉપર અપલોડ કરે છે. અમુક લોકોએ તો તેને પોતાની નોકરી બનાવી લીધી છે. આવા લોકોને  હવે મોટો ઝટકો લાગવાનો છે.જો કે યુ-ટયુબરે એ વ્યુઝનો જ ટેક્સ ચૂકવવો પડશે જે તેને અમેરિકી વ્યુઅર્સ તરફથી મળ્યા છે. મતલબ કે જો તમારા વીડિયોને ભારતમાં વધુ અને અમેરિકામાં ઓછો જોવાયો છે તો આ વીડિયો પર ટેક્સ બહુ ઓછો આવશે અને જો ભારતમાં ઓછો અને અમેરિકામાં વધુ જોવાયો હશે તો ટેક્સ વધુ ચૂકવવો પડશે. અત્યાર સુધી કોઈ અન્ય દેશમાં યુ-ટયુબથી થનારી કમાણી પર ટેક્સ લગાવાયો નથી.

ટેક્સના દાયરામાં ભારતીય યુ-ટયુબ ક્ધટેન્ટ ક્રિએટર્સ પણ આવશે જેણે કમાણી પર 24 ટકા પ્રતિ મહિનાના હિસાબથી ટેક્સ ચૂકવવો પડશે. યુ-ટયુબ ક્ધટેન્ટ ક્રિએટર્સે 31 મહે પહેલાં કમાણીનો ખુલાસો કરવાનો હતો એટલે જે ક્રિએટર્સે ખુલાસો કરી દીધો છે તેની પાસેથી 15 ટકાના હિસાબથી ટેક્સ વસૂલવામાં આવશે