રોયલ એન્ફિલ્ડની Interceptor 650 અને Continental GT 650 ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. લોન્ચ પહેલા આ બંને બાઇકના સર્વિસ મેન્યુઅલ લીક થયા છે. અને બંને બાઇકના સ્પેસિફિકેશન નો પણ ખુલાસો થઇ ગયો છે. લીક થયેલા સર્વિસ મેન્યુઅલ મુજબ, આ બંને બાઈકમાં 650CC નું પેરેલલ ટ્વીન એન્જીન હશે. જે 47 Bhp નો પાવર અને 52 Nm ટૉર્ક જનરેટ કરશે. આમ 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને સ્લીપર ક્લચ હશે.

બંને બુલેટની લેન્થ અને વ્હીલ બેઝ ક્રમશ: 2,122 mm અને 1,400 mm હશે. બંનેની સીટની ઊંચાઈ 804 mm રહેશે. સ્ટાઈલની વાત કરીએ, તો રોયલ એન્ફિલ્ડ Continental GT 650 ની ડિઝાઇન કેફે રેસર અને Interceptor 650 ની ડિઝાઇન સ્ટ્રીટ બાઈક જેવી હશે. Interceptor માં 13.7 લીટરની ફ્યુઅલ ટેન્ક હશે, જયારે Continental GT 650 માં 12.5 લીટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે.

કિંમતની વાત કરીએ તો રોયલ એન્ફિલ્ડ Interceptor 650 ની કિંમત ત્રણ લાખ રૂપિયાથી શરુ થશે. વળી, Continental GT 650 ની કિંમત આનાથી થોડી વધારે હશે. જણાવી દઈએ કે રોયલ એન્ફિલ્ડ Interceptor 650 અને Continental GT 650 નું બુકિંગ નવેમ્બર 2018 થી શરુ થશે. બુકિંગ બાદ ખુબ ઝડપથી આની ડિલિવરી પણ શરુ કરી દેવામાં આવશે. પહેલા કંપનીની યોજના હતી કે બંને બુલેટને પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં અને ત્યારબાદ ભારતમાં લોન્ચ કરવામાં આવે. પરંતુ હવે ભારત તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં એકસાથે લોન્ચિંગ કરેવામાં આવશે.
