Not Set/ ટિક ટોક યૂઝર્સ માટે ખુશખબર, મદ્રાસ હાઇકોર્ટે એપ પરનો પ્રતિબંધ કર્યો દૂર

ટિકટોક એપના યૂઝર્સ માટે સારા સમાચાર છે. મદ્રાસ હાઇકોર્ટે ટિકટોક એપ પર લગાવેલો 21 દિવસનો પ્રતિબંધ હટાવ્યો છે. હાઇકોર્ટે 3 એપ્રિલના રોજ એપ્લિકેશન પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ પ્રતિબંધ બાદ પ્રસારણ મંત્રાલયે ગૂગલ અને એપલના પ્લેસ્ટોર પરથી એપને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 22 એપ્રિલે મદ્રાસ હાઇકોર્ટને વચગાળાનો આદેશ આપવા માટે નિર્દેશ કર્યો […]

Top Stories India Tech & Auto

ટિકટોક એપના યૂઝર્સ માટે સારા સમાચાર છે. મદ્રાસ હાઇકોર્ટે ટિકટોક એપ પર લગાવેલો 21 દિવસનો પ્રતિબંધ હટાવ્યો છે. હાઇકોર્ટે 3 એપ્રિલના રોજ એપ્લિકેશન પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ પ્રતિબંધ બાદ પ્રસારણ મંત્રાલયે ગૂગલ અને એપલના પ્લેસ્ટોર પરથી એપને દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે 22 એપ્રિલે મદ્રાસ હાઇકોર્ટને વચગાળાનો આદેશ આપવા માટે નિર્દેશ કર્યો હતો. ચીનની કંપની બાઇટ ડાન્સે હાઇકોર્ટના નિર્ણય વિરુદ્વ સુપ્રીમમાં અપીલ કરી હતી. પ્રતિબંધને કારણે કંપનીને પ્રતિદીન પાંચ લાખ ડોલરનુ નુકસાન થતું હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. તેને કારણે કંપનીમાં કાર્યરત 250 લોકોની નોકરી પણ જોખમમાં મુકાઇ હતી. બાઇટડાંસ ટેક્નોલોજીએ આ એપનું નિર્માણ કર્યું છે.

ટિકટોક એપ યૂઝર્સને તેના કૌશલ્યને પ્રદર્શિત કરવા અને તેને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આ એપ પર વીડિયો બનાવવા તેમજ શેર કરવાની સુવિધા પૂરી પાડે છે. આ એપ વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે ભારતમાં કોર્ટના આદેશ બાદ તેને ગૂગલ અને એપલના પ્લેસ્ટોરમાંથ હટાવી લેવાઇ છે.

30 કરોડથી વધુ લોકોએ કરી ડાઉનલોડ

ભારતમાં ટિકટોક એપના અંદાજિત 30 કરોડ યૂઝર્સ છે. વિશ્વભરમાં 100 કરોડથી વધુ લોકો આ એપને ડાઉનલોડ કરી ચૂક્યા છે. કોર્ટે માન્યું હતું કે આ એપથી અશ્લિલ સામગ્રીનો ફેલાવો થાય છે.