રાજ્યમાં 3000 જેટલા શિક્ષકોની ભરતી પક્રિયાનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ 158 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને એનાયત કરાયા હતા.158 શિક્ષક સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા બાદ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષણ સહાયકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ભરતીપ્રક્રિયામાં સરકાર દ્વારા સંપૂર્ણ માહિતી સાથે ઓનલાઇન પસંદગી અને ભરતી કરી નિમણૂક પત્ર એના કરતા ઉમેદવારો સહિત તેમના વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કલેકટર હિતેષ કોયાએ શિક્ષણ સહાયકોને સંબોધતા જણાવ્યું હતુંકે,આપણને સરકારી સેવા કરવાની તક મળી છે પુરી નિષ્ઠા અને સેવાથી કામ કરવાની નેમ રાખવી જોઇએ. આપ અન્ય જિલ્લાઓમાંથી આવો છો પણ હવે નોકરી મળી છેતો જિલ્લાને વતન માની સ્વીકારી શાળાને કર્મભૂમિ બનાવો, નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવી આગળ વધશોતો કોઇ રંજ રહેશે નહિ, આવનારી પેઢીને તૈયાર કરવાની મોટી જવાબદારી છે. તેમ કહી સૌને અભિનંદન પાઠવ્યા હતા.ઉલ્લેખનીય છે કે ભર્તીની પ્રક્રીયા છતાં લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.
