પાલનપુર એસ.ઓ.જીની ટીમે પાલનપુરના આકેસણ-વેંડચા રોડ ઉપર બાતમીના આધારે એક કારનો પીછો કરી 3 લાખના 30 ગ્રામ એમ.ડી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠ જિલ્લો રાજસ્થાન સરહદને અડીને આવેલો હોવાથી અવારનવાર રાજસ્થાન માંથી ગુજરાતમાં કેફી દ્રવ્યો અને ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવે છે જેને લઈને પાલનપુર SOG પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન પાર્સિંગની સ્વીફ્ટ ગાડીમાં ડ્રગ્સ લઈને પાલનપુરના આકેસણ ગામમાં આવી રહ્યા છે તેને લઈને પાલનપુર એસઓજી પીએસઆઇ એમ. કે. ઝાલા સહિતનો વોચમાં ગોઠવાયા હતા તે દરમિયાન પાલનપુર તાલુકાના આકેસણ રોડ ઉપર સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી નંબર આર. જે. 19 સી. એફ. 4594 આવતા એનો પીછો કર્યો હતો.
આ પણ વાંચો :ગઈકાલે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો અને આજે ગુજરાત બોર્ડમાં પરીક્ષા રદ
આકેસણથી ગઠામણ ગામ તરફ નીકળતા નેળીયામાં કારને રોકાવી ચેક કરતા અંદરથી રૂપિયા 3,00,000 નું 30 ગ્રામ એ.ડી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા પોલીસે ગાડીમાં બેઠેલ 3 લોકોની અટકાયત કરી હતી.જેને લઈને પોલીસે 3 લાખની કિંમતનું ડ્રગ્સ , 2 લાખની કાર, મોબાઈલ નંગ 4 કિ.10,500, એક માઇકો ઇલેકટિક કાંટો કિ.1000,તથા 26,630 રોકડ રકમ મળી કુલ 5,38,130નો મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDSP એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો :રાજ્યમાં અંધશ્રદ્ધાના નામે વધુ એક ઠગાઈ, ચોરીની રૂ.ની શોધવા માટે ભુવા પાસે ગયા અને ત્યારબાદ થયું એવું કે…
આ પણ વાંચો : ગુજરાતમાં પણ ચોમાસાના આગમનની તૈયારીઓ, રાજ્યમાં આ તારીખથી બેસશે મોનસુન
આરોપીઓ
- પ્રવિણપુરી રામપુરી ગૌસ્વામી (રહે.દૈયપ તા-વાવ)
- પ્રકાશકુમાર મફ્તલાલ નથાજી ખત્રી (રહે.ડુંગરવા તા.બગોડા જી.જાલોર,રાજસ્થાન) હાલ રહે.મોજીયાવાસ કોલોની સાંચોર તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)
- કમલેશકુમાર રમણીકલાલ સોની રહે.(ડીસા)

