ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્પહોંચી છે. પુરૂષો અને મહિલા બંને ટીમો ગુરુવારે વહેલી સવારે એક ખાસ ચાર્ટર્ડ વિમાન દ્વારા લંડન જવા રવાના થઈ હતી. ભારતીય પુરુષ ટીમ આગામી ચાર મહિના ઇંગ્લેન્ડમાં રોકાવાની છે. આ પ્રવાસની શરૂઆત ભારતીય ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ ન્યુઝીલેન્ડ સામે રમીને કરશે. ત્યારબાદ ઇગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ ખેલશે.
ભારતીય ટીમ ઇંગ્લેન્ડના મહત્વપૂર્ણ પ્રવાસ માટે રાતના 12 વાગ્યા પછી રવાના થઈ હતી. આ માહિતી ભારતીય ક્રિકેટ બોર્ડે આપી હતી ભારતીય ટીમની પુરૂષો અને મહિલા ટીમના પ્રસ્થાન વિશે માહિતી આપી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય ટીમ એજસ બાઉલ હોટલમાં રોકાશે. અહીં ટીમને ત્રણ દિવસ માટે અલગ રાખવામાં આવશે ત્યાર બાદ ચોથા દિવસથી પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવશે.
લાંબા વિરામ બાદ ભારતીય ટીમ ટેસ્ટ ફાઇનલ ન્યુઝીલેન્ડ સામે રમશે.આ ફાઇનલ 18 જૂનથી રમાશે ત્યારબાદ ઓગ્સ્ટથી ઇગ્લેન્ડ સામે પ્રવાસની શરૂઆત કરશે.ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સાથે 5 ટેસ્ટ રમશે. શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ 10 થી 14 સપ્ટેમ્બર દરમિયાન રમાવાની છે.
