12 બાઈક ,5 મોબાઈલ મળી કુલ રૂપિયા 251000 નો મુદ્દામાલ જપ્ત
વિશ્વાસ ભોજાણી, ગોંડલ@મંતવ્ય ન્યૂઝ
ગોંડલ શહેર પંથકમાં ચોરીના બનાવો વધી રહ્યા હોય સ્થાનિક પોલીસ તેમજ એલસીબી સહિતની બ્રાન્ચ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરાયા હોય તાલુકાના ગુંદાળા ગામે એલ.સી.બી પોલીસે દરોડો પાડી રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં બાઈક અને મોબાઈલ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર બે શખ્સોને ઝડપી લઈ રૂપિયા 251000 ના મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા ઘનશ્યામ સવજીભાઈ દુધાત (ઉંમર વર્ષ 26 ) તેમજ રમેશ કાંતિભાઈ ડાંગરીચિયા (ઉ.વ. 21) રહે. ધ્રોલ વાળાઓને એલસીબી પોલીસના મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ તેમજ રૂપક બોહરા સહિતનાઓએ દરોડા પાડી ઝડપી લીધા હતા દરોડા દરમિયાન રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાંથી ચોરી કરાયેલ 12 બાઈક, 5 મોબાઇલ મળી કુલ રૂપિયા 251000 નો મુદ્દામાલ કબજે કરાયો હતો.


