પ્રેમમાં તમે કઈ હદ સુધી જઈ શકો છો? આ સવાલ એટલા માટે છે કેમ કે તાજેતરમાં ઉત્તરપ્રદેશના ભદોહી જીલ્લામાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડને મળવા માટે એવો અનોખો અંદાજ અપનાવ્યો કે જે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
આપને જણાવી દઈએ કે, ભદોહી જિલ્લાના ગોપીગંજ વિસ્તારમાંથી એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લગ્ન સમારંભ માટે એક યુવક મહિલાઓની જેમ સજીધજીને મહિલાના પોશાક પહેરીને તેની ગર્લફ્રેન્ડને મળવા પહોંચ્યો હતો. પોર્ટ અનુસાર, યુવતીની ગર્લફ્રેન્ડ બીજા કોઈ સાથે લગ્ન કરી રહી હતી.
https://twitter.com/mantavyanews/status/1401062499030474752?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1401062499030474752%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fmantavyanews2Fstatus2F1401062499030474752widget%3DTweet
આ પણ વાંચો :ટ્વિટરે ભૂલ સ્વીકારી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના એકાઉન્ટ ફરી વેરિફાઇડ કર્યું
જો કે લગ્નમાં યુવતીના વેશમાં આવેલ યુવક પર શંકા જતા તેનો ઘુંઘટ ઉઠાવ્યો ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો, પરંતુ પોલીસને જાણ કરતા પહેલા તે મિત્રો સાથે ભાગી ગયો હતો. આ કિસ્સો ગોપીગંજ વિસ્તારના સોનખારી ગામનો છે, જ્યાં એક યુવકે મંગળવારે અચાનક દુલ્હન બનીને દસ્તક આપી હતી.
ઘૂંઘટની આડમાં અચનાક ઘરમાં ઘૂસી મહિલાને જોઈ પરિવારના લોકોએ દંગ રહી ગયા હતા. પરિવારજનોએ પૂછપરછ કરી તો સમગ્ર ઘટના સામે આવી હતી. જે બાદ મહિલાઓએ બહાર બેઠેલા લોકોને ઘરમાં બોલાવ્યા અને યુવકની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલ ખુલી ગઈ. હાથમાં ચૂડી, માથા પર બિંદી અને નકલી વાળ લગાવ્યા હતા.
આ પણ વાંચો :યુ ટ્યુબ ચેનલ બહાને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો
તેની ઓળખ પણ થઈ હતી પરંતુ બચાવ કરતી વખતે તેને બહાર લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તે બાઇક લઈને પહેલેથી બે મિત્રો ઉભેલા હતા અને તેની ત્યાંથી સાથે લઇ ભાગી ગયા હતા. યુવક સ્ત્રીની જેમ સંપૂર્ણ રીતે પોશાક પહેરેલો હતો. લાલ લહેંગામાં દુલ્હનની જેમ પોશાક પહેર્યા હતા. મહિલાઓની જેમ મેક અપ કરીને આવ્યો હતો. અને તેની સાથે નકલી વાળ પણ લગાવવામાં આવ્યા હતા.
એટલું જ નહીં, લગ્નમાં પહોંચ્યા બાદ તે મહિલાની જેમ પોતાનો અવાજ કાઢીને લોકો સાથે વાત કરી રહ્યો હતો. હજુ સુધી આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી, કે યુવક કન્યાના વેશમાં પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો તે હેતુ માટે જાણી શકાયું નથી.
આ પણ વાંચો :CBI ના અધિકારીઓ માટે નવો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો,જાણો હવે શું પહેરવું અને શું નહીં
