@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
ચુડા તાલુકાનાં મીણાપુરનાં જ્યોતિષ દ્રુપદસિંહ ઝાલાએ વર્ષ-2021માં કોરોના, ધરતીકંપ, વાવાઝોડા, અકસ્માત અને મહાયુદ્ધ અંગે આગાહી કરી છે. દ્રુપદસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કર્ક રાશી નીચેનો મંગળ અને મકર રાશીનો શની સામસામે પ્રતિયુતી થવાથી કાર અકસ્માતોનું પ્રમાણ વધશે. વિશ્વનું વાતાવરણ તંગ બની જશે.

એથલીટ / મિલ્ખા સિંહનાં મોતની ઉડી અફવા, સામે આવ્યો ફ્લાઇંગ સિખનો નવો ફોટો
તા.14 જુનથી 16 જુલાઈ સુધી સુર્ય મિથુન રાશીમાં રહે છે. જયાં સુર્ય-શુક્રની યુતિ થાય છે. તેની પર કુંભ રાશીના ગુરૂની પાંચમી દ્રષ્ટિ થાય છે. તેથી સુર્ય-શુક્ર શુભ થાય છે. જેના કારણે કોરોનાની ગતિ ધીમી પડી જશે. પરંતુ તા.14-15 જૂનમાં વાવાઝોડાની શક્યતા છે. તા.16 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી સુર્ય કર્ક રાશીમાં રહે છે. તેની ઉપર મકર રાશીના શનિની સાતમી દ્રષ્ટિ પરસ્પર થાય છે. જેથી સુર્ય અશુભ બને છે. જેના કારણે એક માસ કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. તા.22-23 જુલાઈ વચ્ચે વિશ્વમાં કે ગુજરાતમાં ધરતીકંપ આવવાની શક્યતા છે. તા.16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુર્ય સિંહ રાશિમાં રહે છે. જેની ઉપર કુંભના ગુરૂની સાતમી દ્રષ્ટિ છે. તા.16 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુર્ય કન્યા રાશિમાં રહે છે. જેથી બે મહિના સુર્ય શુભ થાય છે. વાતાવરણમાં પોઝિટિવ અસર થવાથી કોરોનાના કેસો મંદ પડશે.

ગેરકાયદેસર દારૂ સિન્ડિકેટ / અલીગઢમાં લિકર કાંડનાં મુખ્ય આરોપી અને ભાજપ નેતાની પોલીસે કરી ધરપકડ
તા.14 સપ્ટેમ્બરથી તા.20 નવેમ્બર સુધી ગુરૂ મકર રાશિમાં આવતા શનિ-ગુરૂની યુતિ થાય છે. આ સમય અશુભ હશે. આ સમય દરમ્યાન મહાયુદ્ધ થવાની શક્યતા છે. આ સમયમાં કેમીકલ અને મોટા શસ્ત્રોનો ઉપયોગ થવાથી જે દેશે વિશ્વમાં કોવીડ-19 ફેલાવ્યો છે તે દેશનો વિનાશ થશે. વર્ષ-2022માં ગુરૂ મીન રાશિમાં કોરોના સમાપ્ત થઈ જશે.

