Not Set/ કોરોનાની મહામારી માં દિવસ-રાત સેવા આપનાર નર્સિંગ સ્ટાફ ફરી હડતાળ ના માર્ગે

રાજ્યમાં કોરોનાનના કેસ જયારે વધુ હતા ત્યારે  સેવા બજાવનાર નર્સિંગ સ્ટાફ ફરી હડતાળ પર  ઉતરે તેવું જોવા મળી રહ્યું છે .રાજ્યમાં 18,000થી પણ વધુ નર્સિંગનો સ્ટાફ પોતાના પગાર વધારવા અને સ્ટાઈફન્ડ જેવા પડતર પ્રશ્નનો સચોટ ઉકેલ લાવવા માટે હડતાલ માર્ગ પર ચાલશે તેવું જોવા મળી રહ્યું છે . સરકારે 25મીએ બેઠક કર્યા બાદ પણ હજુ […]

Gujarat Others

રાજ્યમાં કોરોનાનના કેસ જયારે વધુ હતા ત્યારે  સેવા બજાવનાર નર્સિંગ સ્ટાફ ફરી હડતાળ પર  ઉતરે તેવું જોવા મળી રહ્યું છે .રાજ્યમાં 18,000થી પણ વધુ નર્સિંગનો સ્ટાફ પોતાના પગાર વધારવા અને સ્ટાઈફન્ડ જેવા પડતર પ્રશ્નનો સચોટ ઉકેલ લાવવા માટે હડતાલ માર્ગ પર ચાલશે તેવું જોવા મળી રહ્યું છે .

સરકારે 25મીએ બેઠક કર્યા બાદ પણ હજુ સુધી એક પણ માંગણી માટે લેખિતમાં નિર્ણય ન કરાતા અંતે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોનો નર્સિંગ સ્ટાફ 14મીથી અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. મહત્વનું છે કે કોરોના ઘટતા હવે હોસ્પિટલોમાં અન્ય રોગોની સારવાર અને ઓપરેશનો માંડ માંડ શરૃ થયા છે ત્યારે નર્સિંગ સ્ટાફની હડતાળથી સરકારની મુશ્કેલી વધી શકે છે.

 

સરકારે  સરકારી કોલેજ મેડિકલ ટીચર્સ, જીએમઈઆરએસ ટીચર્સ  તથા જીએમઈઆરએસ નર્સિંગ સ્ટાફ ઉપરાંત રેસિેડન્ટ ડોક્ટરો ઉપરાંત ડેન્ટલ,આયુર્વેદ-હોમિયોપેથી-ફિઝિયોથેરાપી માટે પણ માંગણીઓ સ્વીકારી તેઓને લાભ આપ્યા છે .માત્ર નર્સિંગ સ્ટાફને કોઈ લાભ અપાતો નથી અને નર્સિંગ સ્ટુડન્ટને સ્ટાઈપેન્ડ પણ અપાતુ નથી.જેથી હવે ના છુટકે 14મીથી ઓચોક્કસ મુદતની હડતાળ પાડવામા આવશે.જેમાં અમદાવાદ સિવલ સહિતની રાજ્યની તમામ સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને જીએનએમ-એએનએમ નર્સિંગ સ્ટાફ સહિત 18 હજારથી વધુ નર્સ જોડાશે.