આપઘાત/ જામનગરમાં ૨૫ વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું, કારણ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી

જામનગરની આબોહવામાં જાણે બદલાવ આવ્યો હોય તેમ ત્યાંના ગુનાખોરીના પ્રમાણમાં અત્યંત વધારો થયો છે. નજીવી બાબતમાં મારામારી, જીવલેણ હુમલાની સાથે આપઘાતના બનાવોમાં જોરદાર વધારો થયો છે.     છેલ્લા બે દિવસથી જામનગર શહેરમાં એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે. બુધવારે જામનગરના દંપતિનો વીડિયો વાયરલ થયો હતો જેમાં બંને છુટા હાથની મારામારી કરતાં જોવા […]

Gujarat

જામનગરની આબોહવામાં જાણે બદલાવ આવ્યો હોય તેમ ત્યાંના ગુનાખોરીના પ્રમાણમાં અત્યંત વધારો થયો છે. નજીવી બાબતમાં મારામારી, જીવલેણ હુમલાની સાથે આપઘાતના બનાવોમાં જોરદાર વધારો થયો છે.

 

 

છેલ્લા બે દિવસથી જામનગર શહેરમાં એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે. બુધવારે જામનગરના દંપતિનો વીડિયો વાયરલ થયો હતો જેમાં બંને છુટા હાથની મારામારી કરતાં જોવા મળ્યા હતા. જ્યારે ગુરુવારે એક યુવતીની આત્મહત્યાની ઘટના સામે આવી છે.

 

 

 

જામનગરના ગોકુલનગરમાં એક યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મિતલ પાઠક નામની 25 વર્ષીય યુવતીએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. હજુ સુધી યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ સામે આવ્યું નથી. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને જેથી યુવતીની આત્મહત્યાનું કારણ જાણી શકાય.