વિરોધ પ્રદર્શન/ આણંદમાં પેટ્રોલના ભાવ વધારા સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

પેટ્રેાલ ડિઝલના ભાવ સામે આણંદમાં પ્રદર્શન

Gujarat

કેન્દ્ર સરકાર દ્વારા સતત પેટ્રોલના ભાવમાં વધારો કરતાં મધ્યમવર્ગ સહિત અનેક લોકોના બજેટ ખોરવાયા છે તેના લીધે કોગ્રેસે આ ભાવ વધારા સામે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કર્યું છે  ત્યારે આણંદ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અનેકાર્યકરોએ પણ પેટ્રેાલ અને ડિઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

શહેરના મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે આવેલા પેટ્રોલ પમ્પ બહાર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સાથે કોંગ્રેસી કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમયના આ કાર્યક્રમમાં શરૂઆતમાં 11 વાગ્યાનો સમય કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો હતો. જેની શરૂઆત મોડી થઈ હતી. કાર્યકરો પહેલા પોલીસ અને મીડિયાના કર્મીઓએ જિલ્લા કોંગ્રેસના કર્મચારીઓના આગમનની નિશ્ચિત સમય ઉપરાંત પ્રતીક્ષા કરવી પડી હતી.

વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી, ત્યારે પોલીસની ટાઉન-ટુ ગાડીમાં વિરોધ કરતા કાર્યકરોને અટકાયત કરી લઇ જવાની ઉતાવળમાં આણંદ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહને બેસાડવાના રહી ગયા હતા. જેનું પોલીસને ધ્યાને આવતા ખાનગી વાહનમાં લઇ જવા ફરજ પડી હતી.

આણંદ જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જાહેર કરવામાં આવેલા સમય કરતાં અડધો કલાક મોડો શરૂ થયો હતો. જે ગણતરીની મિનિટોમાંજ આટોપાઈ ગયો હતો.