પત્ર/ વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ સભ્યએ કો-વેક્સિન મામલે વડાપ્રધાનને પત્ર લખ્યો

કો વેક્સિન મામલે સેનેટ સભ્યએ પત્ર લખ્યો

Gujarat

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના  સેનેટ સભ્ય મનિષ કાપડિયાએ કો-વેક્સિન જે વિદ્યાર્થીઓએ લીધી છે. તે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બીજા દેશમાં whoની આ વેક્સિનને માન્યતા નથી. આ માટે દેશના વડાપ્રધાન, વિદેશ પ્રધાન અને સ્વાસ્થ્ય પ્રધાનનેે પત્ર લખવામાં આવ્યો છે.સેનેટ સભ્ય મનિષ કાપડિયા દ્વારા આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન એસ. જયશંકરને, શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક, દેશના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધનને WHOની કો-વેક્સિનને બીજા દેશોમાં માન્યતા આપવામાં આવી નથી.જેના લીધે આ પત્ર લખવામાં આવ્યો છે.

સેનેટ સભ્ય મનિષ કાપડિયાએ ભારત સરકારને પત્રમાં લખ્યું છે કે  કોરોના મહામારીમાં જે વિદ્યાર્થીઓ વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે જવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિન લગાવવી ફરજિયાત છે. અમુક વિદ્યાર્થીઓએ કો-વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લઈ લીધો છે. સમસ્યા એ છે કે, કો-વેક્સિનને બીજા બધા દેશોમાં માન્યતા આપવામાં આવતી નથી. હવે બીજા દેશોમાં થોડા દિવસો પછી સપ્ટેમ્બર મહિનાથી પ્રથમ સત્રની શરૂઆત થશે. એ બાબતે ભારત સરકારને પત્ર લખવામાં આવ્યો છે.

ભારત સરકારના શિક્ષણમંત્રી  તરફથી વિદેશ જતા ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને કો-વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. ત્યારબાદ જ વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે જઇ શકાશે. વિદ્યાર્થીઓએ કો-વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લઈ લીધા પછી હવે આ કો-વેક્સિનને બીજા દેશમાં માન્યતા આપવામાં આવી નથી. વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં છે. આ માટે જ ભારત સરકરને પત્ર લખવામાં આવ્યો છે આમ, સેનેટ સભ્ય મનિષ કાપડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.