Not Set/ વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર પદે શાલીની અગ્રવાલની નિમણૂંક

વડોદરાના મ્યુનિસિપલ કમિશનરની નિમણુંક કરવામાં આવી

Gujarat

વડોદરા શહેરમાં નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે  પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ એવા શાલીની અગ્રવાલની નિમણુંક કરવામાં આવી છે. અને વડેાદરાના કલેકટરની હજી સુધી કોઇની પણ  નિમણૂક કરવામાં આવી નથી,અને જ્યાં સુધી  નવા કલેકટર ના આવે ત્યાં સુધી કલેકટરનો ચાર્જ પણ તે જ સંભાળશે.જિલ્લા કલેક્ટર તરીકે સફળ કામગીરી કરનારા શાલિની અગ્રવાલની બઢતી સાથે બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની નિમણંક કરવામાં આવી છે.

વડોદરાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે શાલીની અગ્રવાલની નિમણુંક કરવામાં આવી છે. અને નવા કલેકટર હજી સુધી કોઇની પણ નિમણૂક કરવામાં આવી નથી. જ્યાં સુધી નવા કલેકટરની નિમણૂક કરવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ કલેકટરનો ચાર્જ પણ સ્વીકારશે. શાલિની અગ્રવાલ વડોદરા શહેર અને જિલ્લાથી વાકેફ છે.

ગત વર્ષે વરસાદના કપરા કાળમાં શાલિની અગ્રવાલે શહેર અને જિલ્લાની વરસાદની કામગીરી ખૂબ સફળતા પૂર્વક કરી હતી. મેડમ વડોદરા શહેર અને જિલ્લાથી પરિચિત છે. ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે કલેક્ટર અને કમિશનરનો બંને ચાર્જ આપવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરના ઇન્ચાર્જ હોય એવો પહેલો કિસ્સો હતો.