Not Set/ વ્હેલનાં મોંઢામાંથી જીવતો બહાર આવ્યો આ શખ્સ, જાણો કેવી રીતે?

એવું કહેવાય છે કે જેની ભગવાન મદદ કરે છે તેનું મૃત્યુ પણ કંઈ બગાડી શકતી નથી.

World

એવું કહેવાય છે કે જેની ભગવાન મદદ કરે છે તેનું મૃત્યુ પણ કંઈ બગાડી શકતી નથી. આવું જ કંઈક અમેરિકાનાં એક શખ્સ સાથે થયું હતુ. આ શખ્સે વ્હેલ માછલીનાં મોંઢામાં ગયા પછી જીવતો પાછો આવ્યો હોવાનો દાવો કર્યો છે. તે લગભગ 30 સેકન્ડ સુધી વ્હેલ માછલીનાં મોંઢાની અંદર રહ્યો હતો.

રાજકારણ / જુઠ અને ફાલતુ નારા માટે મોદી સરકાર પાસે છે એક મંત્રાલયઃ રાહુલ ગાંધી

ડેઇલી મેલમાં પ્રકાશિત અહેવાલ મુજબ વ્હેલનાં મોઢાનાં કારણે શખ્સને પણ ઈજાઓ પહોંચી હતી. તે શખ્સને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આપને જણાવી દઈએ કે, આ ઘટના અમેરિકાનાં મેસાચ્યુસેટ્સની છે. આ શખ્સનું નામ માઇકલ પેકાર્ડ છે. માઇકલની ઉંમર 56 વર્ષ છે. જો કે આ ઘણી નવાઇની વાત છે કે આ શખ્સ વ્હેલનાં મોઢામાંથી જીવતો બહાર આવી ગયો છે. વ્હેલનો ચકમો આપવો આસાન નથી. માઇકલ પેકાર્ડ એક લોબસ્ટર ડાઇવર છે. તે છેલ્લા 40 વર્ષથી આ કામ કરી રહ્યો છે. માઇકલ સમુદ્રમાંથી વિવિધ પ્રકારનાં જીવો પકડે છે અને તેને બજારમાં વેચે છે. દરરોજની જેમ, શુક્રવારે સવારે પણ માઇકલ હેરિંગ કોવ બીચ પર હાજર હતો. તેણે કહ્યું કે, તે દિવસે તે દરિયામાં તરતા સમયે 35 ફૂટની ઉંડાઈ સુધી જતો રહ્યો હતો. આ દરમ્યાન તેને વ્હેલ માછલી ગળી ગઈ હતી. તેને અચાનક ઝડપ ધક્કો લાગ્યો હતો. આ પછી તેની આંખો સામે અંધકાર છવાઇ ગયો હતો. તે હલી પણ શકતો નહોતો, અને તે પણ સમજાઇ રહ્યુ નહોતુ કે શું કરે?

મહામારીમાં મોટી રાહત / દેશમાં કોરોનાની ગતિ મંદ, આજે નોંધાયા 80,834 નવા કેસ

માઇકલે જણાવ્યું કે, તેને પ્રથમ એવું લાગ્યું કે શાર્કે હુમલો કર્યો છે. પરંતુ તેને ટૂંક સમયમાં જ સમજાયું કે તે શાર્કનાં મોંઢામાં નથી, કેમ કે તેના શરીરમાં દાંત નહતો અને કોઈ ઈજા પણ નહોતી. શખ્સ જાણતો હતો કે તે બહાર નીકળી શકતો નથી. પછી તેણે તેની પત્ની અને બાળકો વિશે વિચારવાનું શરૂ કર્યું. પરંતુ તે હિંમત હાર્યો નહીં અને વ્હેલ માછલીનાં મોંઢામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યો. અંતે તે સફળ થયો હતો. માઇકલ પેકાર્ડે કહ્યું કે, હું વ્હેલ માછલીનાં મોંઢામાં હતો અને બહાર આવવા મે સંઘર્ષ કરવાનું શરૂ કર્યું. પરંતુ, વ્હેલનાં મોંઢાની અંદર સંઘર્ષ કરવો એ બાળક જેવું હતું. તેણે કહ્યું કે ‘હું વ્હેલમાંથી બહાર આવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો હતો. જેને જોઇને વ્હેલ માછલીએ માથું હલાવવાનું શરૂ કર્યું અને લગભગ 40 સેકંડ પછી વ્હેલએ મને મોંઢામાંથી નિકાળી બહાર ફેંકી દીધો. માઇકલ પેકાર્ડને તેના મિત્રએ સમુદ્રમાંથી બહાર નિકાળ્યો અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.