બૈજિંગઃ ચાઇનીઝ પ્રમુખ શી જિનપિંગની કેબિનેટ જાણે અગાથા ક્રિસ્ટીની નોવેલ જેવી રહસ્યમયી બની રહી છે. વિદેશ પ્રધાન કિન ગંગ અને ભૂતપૂર્વ રોકેટ જનરલ ગાયબ થયા પછી હવે સંરક્ષણ પ્રધાન લિ શાંગ્ફુ China Defence Minister પણ ગાયબ છે.
આના પગલે જાપાન સ્થિત અમેરિકન રાજદૂતાવાસે ચીનની રાજકીય અસ્થિરતા પરત્વે ધ્યાન દોર્યું છે. આ અંગે અમેરિકન રાજદૂતાવાસે જણાવ્યું છે કે ચીનના સંરક્ષણ પ્રધાન બે સપ્તાહથી જાહેરમાં દેખાતા નથી. તેમણે ચીનની કેબિનેટમાં એક પછી એક લોકો અદ્રશ્ય થઈ રહ્યા છે તેની તુલના અગાથા ક્રિસ્ટીની નોવેલ સાથે કરી હતી જ્યાં એક પછી એક પાત્રો રહસ્યમય રીતે China Defence Minister ગાયબ થઈ જાય છે.
જાપાન ખાતેના અમેરિકન રાજદૂત રેમ ઇમેન્યુઅલે જણાવ્યું હતું કે સૌપહેલા તો વિદેશપ્રધાન કિન ગંગ ગુમ થઈ ગયા, તેના પછી રોકેટ ફોર્સના કમાન્ડર ગુમ થયા અને હવે સંરક્ષણ પ્રધાન લિ શાંગ્ફુ બે સપ્તાહથી દેખાતા નથી. સંરક્ષણ પ્રધાન China Defence Minister છેલ્લે 29 ઓગસ્ટ 2023ના રોજ દેખાયા હતા. તે સમયે તેમણે ત્રીજા ચીન-આફ્રિકા શાંતિ અને સલામતીના ફોરમને સંબોધન કર્યું હતું.
તેમા પણ તેમના અદ્રશ્ય થવાની અટકળોએ એટલા માટે વેગ પકડ્યો છે કેમકે ચીનના પ્રમુખે મિલિટરીમાં એક્તા અને સ્થિરતાનું આહવાન કર્યું હતું. શાંગ્ફુની 2023માં મિનિસ્ટર ઓફ નેશનલ ડિફેન્સ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
આ પહેલા જુલાઈમાં જિનપિંગે વિદેશ પ્રધાન કિન ગંગની China Defence Minister હકાલપટ્ટી કરી હતી. તેમના અનુગામીની જાહેરાત કરી દેવાઈ છે ત્યારે તેઓ લગભગ બે મહિનાથી ગુમ હોવાનું જણાયું છે. તેના અંગે જિનપિંગ વહીવટીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સમજૂતી આપવામાં આવી નથી.
કિન ગંગની હકાલપટ્ટી કર્યા પછી જિનપિંગે રોકેટ ફોર્સના લીડ જનરલ લી યુકાઓ અને જનરલ લિઉ ગુઆંગબિનની હકાલપટ્ટી કરી હતી. તેમનું સ્થાન ચાઇના એલાઇટ ન્યુક્લિયર ફોર્સના વડાઓએ સંભાળ્યું હતું. આ ત્રણેયની જિનપિંગે China Defence Minister કેબિનેટમાં સીધી નિમણૂક કરી હતી અને હકાલપટ્ટી પણ સીધી કરી હતી. ચીનના નિરીક્ષકોનું માનવું છે કે તેમની હકાલપટ્ટી ભ્રષ્ટાચારના કારણે કરવામાં આવી છે. પણ તેની પાછળના કારણો હજી સુધી સ્પષ્ટ થયા નથી.
આ પણ વાંચોઃ Surendranagar/મોતના કૂવામાં અકસ્માત, 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ
આ પણ વાંચોઃ સીએમ ‘સ્ટ્રાઇક’/ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સની મુખ્યમંત્રીની તાકીદ
આ પણ વાંચોઃ Breaking News/અમદાવાદને મેયર તરીકે મળી નવી ‘પ્રતિભા’ જૈન
આ પણ વાંચોઃ Crocodile killed/વડોદરામાં પાણીમાં જનારાના માથે ભમે છે મોતઃ મગરના હુમલામાં બેના મોત
આ પણ વાંચોઃ Rajkot Rapist/આ છે રાજકોટનો રેપિસ્ટઃ બે વર્ષની બાળકીને પણ ન છોડી
