ઇઝરાઇલમાં બેન્જામિન નેતન્યાહૂ ની સત્તાનો અંત આવ્યો છે .નેતન્યાહૂને સત્તાથી દૂર કરવાનું વિરોધીઓનું સ્વપ્ન રવિવારે પરિપૂર્ણ થયું છે. યુનાઇટેડ ગઠબંધનની નેતા નફતાલી બેનેટે સંસદમાં વિશ્વાસ મત મેળવીને ઇઝરાઇલના નવા વડા પ્રધાન બન્યા છે.છેલ્લા 12 વર્ષથી નેતન્યાહુ કે જે બીબી તરીકે જાણીતા છે તેમની સત્તાનો અંત થયો છે.તેમણે જતા જતા સંસદમાં કહ્યું હતું કે તે પરત ફરશે. નવી સરકાર દેશ માટે જોખમકારક છે વધુમાં તેમણે કહ્યું કે વિરોધ પાર્ટી તરીકે મજબૂતીથી કામ કરશું
નવા વડા પ્રધાન બેનેટ શ્રીમંત છે તેમણે . ડાબેરી પક્ષો, સેન્ટ્રિસ્ટ પાર્ટીઓ અને આરબ પાર્ટી પણ તેમની સાથે સરકારમાં જોડાઇ છે બેનેટે જેર લેપિડ સાથે પણ જોડાણ બનાવ્યું છે. નવી સરકારમાં લેપિડ વિદેશ પ્રધાન રહેશે અને સરકારની અડધી મુદત પૂરી થયા બાદ કરાર મુજબ તેમને વડા પ્રધાન પદ મળશે. બે વર્ષથી ઓછા સમયમાં ચાર ચૂંટણીઓ જોનારા ઇઝરાઇલને સંયુકત ગઠબંધનની સરકાર મળી છે.
લગભગ ચાર કલાકના વિશેષ સત્રની શરૂઆતમાં, બેનેટે નેતન્યાહુને વડા પ્રધાન તરીકે કરેલા કામ બદલ આભાર માન્યો. બેનેટનું પહેલા ભાષણમાં એ બતાવ્યું કે તે ગત સરકારની જેમ પેલેસ્ટાઇનમાં આક્રમક નહીં રહે. અરબ પાર્ટીની સરકારમાં તેમની ભાગીદારીને લીધે, તેમણે દેશની આરબ વસ્તીના 21 ટકા લોકોના હિતોનું પણ ધ્યાન રાખવું પડશે. તેથી, નવી સરકારનું ધ્યાન સ્થાનિક મુદ્દાઓ અને શાસન સુધારવા તરફ રહેશે.
