ભાવ વધારો/ દેશનાં 148 જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશનાં ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયું છે.

Top Stories Business

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશનાં ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયું છે. જો કે ઓઇલ કંપનીઓએ આજે ​પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ વધારો કર્યો નથી.

રાજકારણ / પ.બંગાળ રાજ્યપાલ સાથેની સુવેન્દુ અધિકારીની બેઠકમાં ઘણા નેતાઓ ગેરહાજર, અટકળો શરૂ

આપને જણાવી દઇએ કે, સોમવારે જ ઇંધણનાં ભાવમાં વધારો થયો હતો. 4 મેથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં થયેલા વધારાને કારણે ભાવ વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. લિટર દીઠ પેટ્રોલની કિંમત પહેલા જ 100 રૂપિયાને પાર કરી ગઈ છે. વધતા જતા ઇંધણનાં ભાવથી દેશનાં સામાન્ય લોકો ત્રાસી ગયા છે. સરકાર પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો માટે ક્રૂડ ઓઈલને દોષી ઠેરવી રહી છે. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતમાંથી 80 ટકાથી વધુની આયાત કરે છે. જણાવી દઇએ કે, દેશમાં પહેલીવાર ડીઝલનો ભાવ પણ 100 રૂપિયાને પાર કરી ગયો છે. એટલું જ નહીં, હાલમાં દેશનાં 148 જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. 9 રાજ્યોનાં લોકો 100 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ ખરીદી રહ્યા છે.

રાજકારણ / કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કોંગ્રેસને NCP અને શિવસેના કરતા નબળી ગણાવી

આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે?

રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો નહતો પરંતુ સોમવારે તેની કિંમતોમાં વધારો થયો હતો. આ પછી, આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.41 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 87.28 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 102.58 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 94.70 રૂપિયા છે. જ્યારે કોલકતામાં આજે પેટ્રોલ 96.34 રૂપિયા અને ડીઝલ 94.70 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યુ છે. ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 97.69 રૂપિયા અને ડીઝલની કિંમત 91.92 રૂપિયાએ પહોંચી ગઇ છે.

રાજકારણ / પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો હવે ડંખી રહી છેઃ JDU

કેમ વધે છે ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનાં ભાવમાં વધારાનો દૌર ચાલુ છે. વિશ્વમાં કોરોના રસીકરણ માટેની ઝુંબેશની શરૂઆત કર્યા પછી, ક્રૂડ ઓઈલનો દર વધ્યો છે. ક્રૂડ ઓઈલનાં ભાવનાં આધારે ઘરેલું તેલ કંપનીઓ બેઝ પ્રાઈઝ નક્કી કરે છે. આ પછી તેના પર ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, ટેક્સ, ડીલર કમિશન વસૂલવામાં આવે છે. જેના કારણે, પેટ્રોલ અને ડીઝલની કિંમત તમામ શહેરોમાં અલગ-અલગ જોવા મળે છે.