મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ફરી એક વખત સંવેદનશીલ નિર્ણય કર્યો છે જેના દ્વારા તેમણે સંવેદનશીલ મુખ્યમંત્રીની આગવી છબી બરકરાર વધુ એક વખત સાબિત કરી છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000 ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.તાઉ’તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને પણ નુકસાન થયું હતું. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોર કમિટી સાથે પરામર્શ કરી એક બાદ એક પ્રજાલક્ષી નિર્ણયો લઇ રહ્યા છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અગરિયાની ચિંતા કરીને તેમને પણ આર્થિક સહાય આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકસાનમાં પ્રતિ એકર રૂપિયા 3000 ની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

ગઈકાલે સાંજે ફરી એક વખત ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આજે આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો.મુખ્યમંત્રીએ નિર્ણય લેતા પહેલા કોર કમિટીએ આ મહત્વનો નિર્ણય લેવામાં ભૂમિકા ભજવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, સૌરભભાઇ પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

