એલર્ટ/ જવાનોને ફોન દ્વારા માંગવામાં આવી રહી છે બેંકની વિગતો, સેનાએ ટ્વિટ કરી જણાવ્યું સાવધ રહો

અચાનક જ ભારતીય સૈન્યના સૈનિકો અને અધિકારીઓને મેઇલ અને અજાણ્યા નંબર પરથી દેશના જુદા જુદા શહેરોથી કોલ આવી રહ્યા છે. ફોન અને બનાવટી મેઇલ આઈડી દ્વારા અધિકારીઓ અને સેનાના

Top Stories India

અચાનક જ ભારતીય સૈન્યના સૈનિકો અને અધિકારીઓને મેઇલ અને અજાણ્યા નંબર પરથી દેશના જુદા જુદા શહેરોથી કોલ આવી રહ્યા છે. ફોન અને બનાવટી મેઇલ આઈડી દ્વારા અધિકારીઓ અને સેનાના જવાનો પાસેથી બેંક ખાતાની વિગતો માંગવામાં આવી રહી છે. કોલર્સ જણાવી રહ્યા છે કે ભારતીય સેનાના તમામ જવાનો અને અધિકારીઓનો પગાર 2019 થી વધ્યો છે અને આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. જો તમને વધતો પગાર જોઈએ છે, તો કાં તો તમારી બેંક વિગતો મેઇલ કરો અથવા તેમને ફોન પર કહો.

આવા કોલ મળ્યા બાદ સેના સજાગ બની ગઈ છે. સૈન્ય તરફથી સત્તાવાર નિવેદન જારી કરીને, સૈન્યના તમામ જવાનો અને અધિકારીઓને કોઈ પણ બનાવટી URL એટલે કે બનાવટી ઇમેઇલ અને બનાવટી ફોન પર તેમની માહિતી ન આપવા કહેવામાં આવ્યું છે. ભારતીય સેનાએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે.

ભારતીય સેનાના તમામ જવાનોને જાગૃત રહેવા અપીલ

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર ટવીટ કરીને આ માહિતી આપી છે કે સેના તરફથી સેનાના અધિકારીઓ અને જવાનોને કોઈ ઇમેઇલ્સ અને ફોન કોલ કરવામાં આવી રહ્યા નથી અને તમામ સૈન્ય જવાન અને અધિકારીઓને સચેત રહેવા જણાવ્યું છે.તેમને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની બનાવટી URL અને ફોન પર તમારી બેંકની માહિતી અથવા અન્ય વિગતો કોઈને ન આપો.