બુધવારની રાત્રી દરમ્યાન રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમા અમદાવાદની વાત કરીએ તો અહી ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વીજળીનાં કડાકાથી અમદાવાદ શહેર દ્રુજી ઉઠ્યુ હતુ. આ દરમ્યાન શહેરનાં એરપોર્ટ પર અજીબો ગરીબ દ્રશ્યો જોવા મળ્યા હતા.

રામ મંદિર જમીન વિવાદ / અખિલેશ-સંજયસિંહ આપેલો ફાળો પાછો લેવા માંગે તો લઇ શકે છેઃ સાક્ષી મહારાજ
આપને જણાવી દઇએ કે, અમદાવાદ એરપોર્ટ પર બુધવારની રાત્રી દરમ્યાન ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જે દરમ્યાન શહેરનાં એરપોર્ટ પર ઉભા રહેલા વિમાનને મોટુ નુકસાન પહોંચ્યુ હતુ. જેણે પણ આ દ્રશ્યો પોતાની આંખોથી જોયા તે પોતાની આંખો પર ભરોસો કરી શક્યા નહોતા. રાત્રી દરમ્યાન પવન એટલો ફૂંકાયો કે એરપોર્ટ પર ઉભા 5 પ્લેને નુકસાન થયુ હતુ. આ 5 પ્લેનમાંથી 3 પ્લેન ઈન્ડિગો અને 2 પ્લેન ગો એરનાં હતા. મળતી માહિતી અનુસાર, ભારે પવનનાં કારણે એરપોર્ટ પર ઉભા રહેલા પ્લેન ફંગોળાવા લાગ્યા હતા અને તેની બાજુમાં ઉભા રહેલા પ્લેન પાસે ખસેડાયા હતા.

એન્ટિલિયા કેસ / મનસુખ હિરેન હત્યા કેસમાં NIAએ પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને કસ્ટડીમાં લીધા,ઘર પર પૂછપરછ શરૂ
જે બાદ પ્લેનને મોટુ નુકસાન થયુ હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. જો કે રાહતની વાત એ છે કે આ દરમ્યાન કોઇ પણ પ્રકારની જાનહાની થઇ નહોતી. પવનની ગતિને જોતા ફ્લાઇટ ઓથોરિટીએ પ્લેનમાં બેસેલા મુસાફરોને સલામત રીતે ઉતારવાનું શરૂ કર્યુ હતુ. સ્થિતિને ધ્યાનમાં લેતા ઘણી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી.

