Not Set/ ગુજરાતમાં એકપણ પાટીદાર મુખ્યમંત્રી મુદ્દત પૂરી કેમ ન કરી શક્યા? બાબુભાઈ, ચીમનભાઈ, કેશુ બાપા અને આનંદીબેનના અધુરા કાર્યકાળની વાત

બાબુભાઈને કટોકટી નડી. ચીમનભાઈને પહેલી વખત નવનિર્માણ આંદોલન નડ્યું બીજી વખત તો ગુજરાતના કમનસીબે તેમની જીવન લીલા સમાપ્ત થઈ તો કેશુ બાપાને એક વખત ભાજપના બંડખોરોએ ઉથલાવ્યા તો બીજી વખત દિલ્હીમાં બેઠેલી લોબીએ કેશુબાપાને સત્તા પરથી દૂર કર્યા અને આનંદીબેન પટેલે ભલે ઉંમરનું બહાનું આપ્યું હોય પરંતુ તેમને પાટીદાર અનામત આંદોલન અને સ્થાનિક ચૂંટણીના પરિણામો જ નડી ગયા છે તે નોંધવું જ પડશે.

Gujarat Trending

ગુજરાતના પાટીદાર મુખ્યમંત્રી અને તેમની અધૂરી મુદતની વાત

ચારમાંથી એકપણ મુખ્ય મંત્રી પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શક્યા તેનું રહસ્ય શુ ? સો મણ નો સવાલ

@હિંમતભાઈ પટેલ, ભાવનગર 

ખોડલધામ (કાગવડ) ખાતે લેઉવા અને કડવા પાટીદાર આગેવાનોનું જેને ‘સામાજિક મિલન’ એવું નામ આપવામાં આવ્યું હતું તે ઉંઝા ધામ, ખોડલધામ વિગેરેના શીર્ષસ્થ આગેવાનોની બેઠક મળી. તેમાં બન્ને સમાજની એક્તાનું સૂત્ર અપાયું હવે લેઉવા કે કડવા નહિ પણ ‘પાટીદાર’ના નામની ઓળખ આપવાનું નક્કી થયું આ સારી વાત કહેવાય. બન્ને સમાજ એક થાય તેમાં જરાય ખોટું નથી. આ પ્રસંગે પહેલા ખોડલ ધામના પ્રમુખ નરેશભાઈ પટેલે મીડીયા સાથે વાત કરતાં એમ કહ્યું કે હવે પછી પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી અમારી ઈચ્છા છે. વાત ખોટી નથી લેઉવા અને કડવા એટલે કે જેને લવ-કુશ પણ ઘણા કહે છે તે એક થયા તે ગાળામાં આ વાત આવી. રાજકીય વાતો ઘણી થઈ છે પણ તેમાં પડવું નથી. બે સમાજ એકત્ર થાય એટલે થોડીઘણી રાજકીય વાત તો થવાનીજ. જો કે ભાજપના આગેવાનોએ તેનો પ્રતિભાવ પોતાની રીતે આપ્યો જ છે. જો કે તેઓ સમાજ કરતાં પક્ષને વધુ વફાદાર રહે તે સ્વભાવિક છે કારણ કે ભાજપે આવા આગેવાનોને ઘણું આપ્યું છે એટલે તેઓ પક્ષ જે માનતો હોય તેનાથી વિરોધનો સૂર ક્યારેય કાઢી શકે નહીં. તેમાં કોઈ ધોખો પણ ન કરે. રાજકારણીઓ પૈકી કો’ક જ એવા હોય છે કે જે પક્ષની શીસ્ત કરતાં લોકોની કે સમાજની ઈચ્છાને માન આપતા હોય.


જ્યારે ફીર એકબાર પાટીદાર મુખ્યમંત્રીની વાત વહેતી થઈ છે ત્યારે ભૂતકાળના ઈતિહાસ તરફ ધ્યાન દોરવું છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ પ્રથમ ચૂંટણી ૧૯૬૨માં આવી ત્યારબાદ કોંગ્રેસ, જનતા મોરચો, જનતા દળ અને ભાજપ સહિતના પક્ષોની સરકારો રચાઈ. ૧૯૯૫થી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ૧૯૯૦માં ભાજપ પ્રથમ વખત મજબૂત બન્યું તે પાટીદાર સમાજની અને સવર્ણ સમાજની એક્તાનું પરિણામ હતું. પાટીદાર સમાજના ચાર મુખ્યમંત્રી સત્તા પર આવ્યા અને ગયા પરંતુ આમાના કોઈ પોતાની મુદ્દતના પાંચ વર્ષ પૂરા કરી શક્યા છે ખરા? એક યા બીજા કારણોસર તેમને સત્તા છોડવી પડી છે તે પણ હકિકત છે. જો કે આ પાટીદાર મુખ્યમંત્રીઓને સત્તા છોડવાની ફરજ પડી છે. આ વાત પણ ન જ ભૂલવી જોઈએ.

Controversial Disturbed Areas Act fuels fresh communal divide in Gujarat

૧૯૭૨માં શાસક કોંગ્રેસ એટલે ગાય વાછરડા વાળી કોંગ્રેસની બહુમતી આવી અને ઘનશ્યામભાઈ ઓઝા મુખ્યમંત્રી બન્યા. પરંતુ તેમની સામે કોંગ્રેસનું એક જૂથ બરાબર મેદાનમાં હતું તેમને એક વર્ષમાં જવું પડ્યું અને ગુજરાત કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં ચૂંટણી જીતીને પાટીદાર આગેવાન ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. પણ ૧૯૭૪ના સમયગાળામાં નવનિર્માણ આંદોલન થયું અને ત્યારબાદ તેમને સત્તા છોડવી પડી. નવનિર્માણ આંદોલન વિદ્યાર્થીઓએ શ‚ કર્યુ. (જો કે તેની પાછળ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીની પ્રેરણા હોવાની વાત થાય છે. જો કે તે વખતે ઈંદિરા ગાંધીના ટેકેદાર એવા રતુભાઈ અદાણી સહિતના આગેવાનોને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું તે પણ હકિકત છે.

૧૯૯૦માં મોરબીથી અપક્ષ તરીકે લડી બાબુભાઈ જશભાઇ પટેલ મંત્રી બન્યા - Sandesh
આંદોલનના કારણે ચીમનભાઈ પટેલ પૂરા દોઢ વર્ષ પણ રાજ ન કરી શક્યા. ૧૯૭૫માં ચૂંટણી આવી તેમાં પ્રથમવાર ગુજરાતમાં બીન કોંગ્રેસી સરકાર રચાઈ સંસ્થા કોંગ્રેસ જનસંઘ અને સંયુકત સમાજવાદી પક્ષ જેવા પક્ષોના બનેલા જનતા મોરચાની સરકાર આવી. સંસ્થા કોંગ્રસએ પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની આગેવાની હેઠળનો પક્ષ હતો. આ પ્રથમ બીન કોંગ્રેસી સરકારના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ બન્યા અને બીજા પાટીદાર આગેવાન ચીમનભાઈ પટેલ કે જેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને કીસન મઝદૂર લોક પક્ષ (કિમલોપ) નામનો પક્ષ રચ્યો હતો. તેઓ મુખ્યમંત્રી બન્યા ૧૯૭૫ની ૨૬મી જૂને ઈંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી અને પછી ગુજરાતમાં ફરી એકવાર પક્ષપલ્ટાનો દોર શ‚ થયો અને બાબુભાઈને સત્તા છોડવી પડી. માધવસિંહ સોલંકીની આગેવાની હેઠળ શાસક કોંગ્રેસની સરકાર રચાઈ પણ કટોકટી ઉઠતાની સાથે કેન્દ્રમાં મોરારજીભાઈ દેસાઈની આગેવાની હેઠળ પ્રથમ બિનકોંગ્રેસી સરકાર રચાઈ અને ગુજરાતમાં પણ સત્તા પલ્ટો થયો અને બાબુભાઈ ફરી મુખ્યમંત્રી બન્યા પણ ૧૯૮૦માં ફરી સત્તા પલ્ટો થતાં તેમની છ માસની મુદ્દત બાકી હતી છતાં તેમને સત્તા છોડવી પડી.

૧૯૮૦ અને ૧૯૮૫માં તો દેશભરમાં અને ગુજરાતમાં હાથના પંજાવાળી કોંગ્રેસનું શાસન હતું ૧૯૯૦માં કેન્દ્રમાં બીજી બીન કોંગ્રેસી સરકાર જનતા દળના વી.પી.સિંહની આગેવાની હેઠળ રચાઈ ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી અને કીમલોપનો સંકેલો કરી જનતા દળમાં ભળેલા પાટીદાર આગેવાન ચીમનભાઈ પટેલ ભાજપની ભાગીદારી સાથે ફરી મુખ્યમંત્રી બન્યા. જો કે ૧૯૯૧ રામ રથયાત્રા બાદ ભાજપ અલગ પડ્યું ચીમનભાઈએ જનતા દળ (ગુજરાત) રચ્યું અને પહેલા કોંગ્રેસના ટેકાથી અને ત્યારબાદ કોંગ્રેસમાં ભળી જઈ સરકાર ચલાવી પણ કમનસીબે તેમનું નીધન થતાં નાણાંમંત્રી છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા.કેશુભાઈ પટેલ: રાજકોટ સુધરાઈથી ગુજરાતના મુખ્ય મંત્રી અને પદ્મભૂષણ સન્માન સુધીની સફર - BBC News ગુજરાતી

૧૯૯૫માં ભાજપની ૧૨૦ બેઠકોની બહુમતી સાથેની સરકાર આવી કેશુ બાપા (કેશુભાઈ પટેલ) મુખ્યમંત્રી બન્યા. જો કે શંકરસિંહ વાઘેલાના બળવાને કારણે તેમને એક સવા વર્ષનાં ટૂંકા ગાળામાં સત્તા છોડવી પડી. તેમણે ટૂંકા ગાળામાં સારી કામગીરી કરી હતી. જો કે શંકરસિંહ વાઘેલા અને તેમના અનુગામી દિલીપભાઈ પરીખનું મુખ્યમંત્રી પદ પણ લાંબુ ચાલ્યું નહિ ૧૯૯૮માં વહેલી ચૂંટણી આવી અને ભાજપને બહુમતી આવતા કેશુ બાપા ફરી મુખ્યમંત્રી તો બન્યા પણ ૨૦૦૦ની કેટલીક પેટા ચૂંટણી અને સ્થાનિક ચૂંટણીમાં ભાજપના થયેલા પરાજયના પગલે કેશુ બાપાને ૨૦૦૩ના બદલે ૨૦૦૧માં જ સત્તા છોડવી પડી. તેઓ બીજી વખત પણ પોતાની મુદ્દત ન પૂરી શક્યા અને પક્ષના મહામંત્રી એવા નરેન્દ્ર મોદી ગુજરાતની ગાદી પર બેસી ગયા અને જ્યાં સુધી દેશના વડાપ્રધાન બન્યાં ત્યાં સુધી એટલે કે ૨૦૧૪ મે સુધી મુખ્યમંત્રી પદે રહ્યા.

આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલ બનાવાયા, તો લાલજી ટંડનને મધ્યપ્રદેશના... | Gujarat News in Gujarati

૨૦૧૪ના મે માસમાં પાટીદાર મહિલા નેતા આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા પાટીદાર અનામત આંદોલન અને ૨૦૧૬ના સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ તેમને પણ સત્તા ૨૦૧૬ સપ્ટેમ્બરમાં સત્તા છોડવી પડી આમ વધુ એક પાટીદાર મુખ્યમંત્રી પોતાની મુદ્દત પુરી કરી શક્યા નહિ.

ટૂંકમાં બાબુભાઈ જ. પટેલથી કેશુભાઈ પટેલ સહિત કોઈ પાટીદાર મુખ્યમંત્રી ગમે તે કારણોસર મુદ્દત પૂરી ન કરી શક્યા બાબુભાઈને કટોકટી નડી. ચીમનભાઈને પહેલી વખત નવનિર્માણ આંદોલન નડ્યું બીજી વખત તો ગુજરાતના કમનસીબે તેમની જીવન લીલા સમાપ્ત થઈ તો કેશુ બાપાને એક વખત ભાજપના બંડખોરોએ ઉથલાવ્યા તો બીજી વખત દિલ્હીમાં બેઠેલી લોબીએ કેશુબાપાને સત્તા પરથી દૂર કર્યા અને આનંદીબેન પટેલે ભલે ઉંમરનું બહાનું આપ્યું હોય પરંતુ તેમને પાટીદાર અનામત આંદોલન અને સ્થાનિક ચૂંટણીના પરિણામો જ નડી ગયા છે તે નોંધવું જ પડશે.