Not Set/ કાલોલના સરકારી અનાજ કૌભાંડ બાદ બેલદાર બંધુઓની ખનિજચોરીમાં સંડોવણી બહાર આવી

મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ   કાલોલના સરકારી અનાજ કૌભાંડ બાદ બેલદાર બંધુઓની ખનિજચોરીમાં સંડોવણી બહાર આવી….   કાલોલ ગોમા નદીમાંથી ખાણ ખનીજ અને પોલીસ તંત્રના સયુંકત ઓપરેશનમાં ગેરકાયદે રેતી ઉલેચતા અંદાઝે ₹ ૫૫ લાખના ખનન માફિયાઓના વાહનો ઝડપતા ભારે ચકચાર.!!   કાલોલ પાસેથી પસાર થતી ગોમા નદીમાંથી ગેરકાયદે ખનન માફિયાઓના રેતી ચોરીના બેફામ વ્યાપાર સામે […]

Gujarat

મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ

 

કાલોલના સરકારી અનાજ કૌભાંડ બાદ બેલદાર બંધુઓની ખનિજચોરીમાં સંડોવણી બહાર આવી….

 

કાલોલ ગોમા નદીમાંથી ખાણ ખનીજ અને પોલીસ તંત્રના સયુંકત ઓપરેશનમાં ગેરકાયદે રેતી ઉલેચતા અંદાઝે ₹ ૫૫ લાખના ખનન માફિયાઓના વાહનો ઝડપતા ભારે ચકચાર.!!

 

કાલોલ પાસેથી પસાર થતી ગોમા નદીમાંથી ગેરકાયદે ખનન માફિયાઓના રેતી ચોરીના બેફામ વ્યાપાર સામે ખાણ ખનીજ ખાતું અને વહીવટી તંત્ર સમાંતરે સપાટો બોલાવીને હાથ ચડયા વાહનોને પકડીને દંડ ફટકારે છે, પરંતુ ખનન માફિયાઓનો આ વ્યાપાર અટકે એવા કોઈ સંજોગો એટલા માટે દેખાતા નથી કે કાયદો સખ્ત હોવાનો અહેસાસ આ ખનન માફિયાઓ સુધી પહોંચ્યો નથી અને દંડની રકમ ભરીને આસાની પૂર્વક વાહનો છોડાવ્યા બાદ પુનઃ આ વાહનો ગેરકાયદે વ્યાપારમાં દોડવા લાગે છે !! કાંઈક આજ પ્રકારના ખનન ચોરીના બહાર આવેલા કિસ્સામાં કાલોલ સ્થિત શિશુ મંદિર પાસે આવેલ ગોમા નદીમાં ખાણ ખનીજ અને પોલીસ તંત્રના સંયુકત સપાટામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં બેલદાર બંધુઓના વાહનો ઝડપાઈ ગયા હતા એમા પાલિકાના ભા.જ.પ. મહિલા સદસ્યનું વાહન પણ આ સયુંકત ટીમના સકંજામાં આવી જતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ તેમજ તાજેતરમાં જ ગોધરાની ભૂસ્તરશાસ્ત્રી કચેરીમાં હાજર થયેલા સી.એમ.પરમાર ની અધ્યક્ષતા હેઠળ કાલોલ તાલુકાના ઘોડા ગામની સીમમાં શિશુ મંદિર સ્કૂલની પાછળના ભાગમાં ગોમા નદીમાં પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા સંયુક્ત રીતે ગુરૂવારના બપોરે છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન અને વહન કરતા માફીયાઓ હડકંપ મચી જવા પામ્યો છે તાજેતરમાં જ યુવા કોંગ્રેસ દ્વારા જિલ્લા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીને કાલોલ તાલુકાના કેટલાક ગામોમાં ગેરકાયદે રીતે રેતી ખનનને અટકાવવા માટે આવેદનપત્ર આપ્યું છે અને કેટલાક નાગરિકોએ સોશિયલ મીડિયા દ્વારા બેફામ રેતીખનન માં તંત્રની ભાગીદારીના ગંભીર આક્ષેપો કરી પોલીસ અને ખાણ ખનીજ વિભાગ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે તેવા સંજોગોમાં ખાણ ખનીજ વિભાગની ટીમ જ્યાં પણ જાય છે ત્યાં ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ વિભાગની પ્રત્યેક હિલચાલની રેકી કરવામાં આવે છે અને માફિયાઓના વોટસએપ ગ્રુપમાં મેસેજ કરવામાં આવે છે તેવા વિપરીત સંજોગોમાં કાલોલની ગોમા નદીમાં ગુરૂવારે ઓચિંતો છાપો મારી ખનીજ માફિયાઓની ઉંઘ ઉડાડી દઈ રેતી ખનન કરતું જેસીબી કંપનીનું એસ્કરેવેટર મશીન તેમજ સાદી રેતીનું બિનઅધિકૃત રીતે વહન કરતી એક ટ્રક જી.જે.૦૬.એક્સ.એક્સ.૬૫૫૬ તેમજ ચાર ટ્રેકટરો મળી કુલ ₹ ૫૫ લાખનો મુદામાલ રંગે હાથે ઝડપાઈ ગયો છે. ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા ખનન થયેલા સ્થળની જી.પી.એસ. સિસ્ટમ દ્વારા માપણી આજ રોજ શુક્રવારે કરવામાં આવી જેનો નકશો જનરેટ કરવામા આવ્યા બાદ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણકારી મળી છે બીજી તરફ પકડાયેલા તમામ વાહનો કાલોલ પોલીસના સીની. પી.એસ.આઈ. એમ.કે.માલવીયા અને સ્ટાફના સંરક્ષણ હેઠળ ગોધરા કલેકટર કચેરીમાં મૂકાવ્યા હોવાનું જાણવા મળે છે કાલોલ નગર પાલિકાના માજી ઉપપ્રમુખ મહેન્દ્ર બેલદારના ભાઈ અને તથા કથિત પત્રકાર અને કાલોલ પુરવઠા કૌભાંડના મુખ્ય આરોપી સુનીલ બેલદારના ત્રણ વાહનો તથા કાલોલ નગર પાલિકાના વોર્ડ નં ૨ ના કાઉન્સિલર અને પાલીકામાં ભા.જ.પ.પક્ષના નેતા જ્યોત્સનાબેન બેલદારની માલિકીનું ટ્રેક્ટર ગેરકાયદેસર રીતે રેતી વહનમાં ઝડપાઈ જતા વહિવટી તંત્ર ઉપર કેસ નહી કરવા માટે, કેસ લુલો કરવા માટે ભારે રાજકીય દબાણો કરાવવામાં આવ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે તંત્ર દ્વારા કોઈની પણ શહેશરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

કાલોલ શિશુમંદિર પાછળ ગેરકાયદે રેતી ખનન કરતા ઝડપાયેલ વાહન માલિકોની યાદી

 

(૧) જેસીબી કંપનીનું એસ્કરેવેટર મશીન. સુનીલ મનુભાઈ બેલદાર, રહે. કાલોલ

(૨) ટ્રક નં જી.જે.૦૬.એક્સ.એક્સ.૬૫૫૬. સુનીલ મનુભાઈ બેલદાર, રહે. કાલોલ

(૩) મહિન્દ્રા ટ્રેકટર ટ્રોલી નંબર વગરનું સુનીલ મનુભાઈ બેલદાર, રહે.કાલોલ

 

(૪) મહિન્દ્રા ટ્રેકટર ટ્રોલી નંબર વગરનું જ્યોત્સનાબેન રાજુભાઈ બેલદાર રહે. કાલોલ

(૫) ટ્રેકટર નં જી.જે.૦૨.એ.એફ. ૭૭૮૬ અક્ષયકુમાર જસવંતલાલ વાળંદ રહે. જેતપુર,તા.કાલોલ

(૬) ટ્રેકટર નં જી.જે.૧૭.બી.એન. ૦૯૬૮ નરવતભાઈ જાલમભાઈ પરમાર ,રહે. કાલોલ.