ગાંધીનગર/ આજે cm ની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક, જેમાં મહત્વના મુદ્દે થઈ શકે છે ચર્ચા

રાજય માં આજે ગાંધીનગર માં   મુખ્યમંત્રી વિજય રૂપાણી  ની અધ્યક્ષતામાં સવારે 10.30 કલાકે કેબિનેટની બેઠક મળશે. જેમાં બેઠકમાં  અનેક એવા  મહત્વના પ્રશ્નોની  ચર્ચા કરીને તે અંગે ના નિર્ણય લેવામાં આવશે. બેઠક માં  અત્યારની  કોરોનાની વર્તમાન પરિસ્થિતિ, રાજય માં  વેક્સિનેશન કાર્યક્રમ સહિત , કર્ફ્યું આવા અનેક મુદાઓ પર નિર્ણય લેવામાં આવશે . આ મુખ્યમંત્રી વિજય રૂપાણીની […]

Top Stories

રાજય માં આજે ગાંધીનગર માં   મુખ્યમંત્રી વિજય રૂપાણી  ની અધ્યક્ષતામાં સવારે 10.30 કલાકે કેબિનેટની બેઠક મળશે. જેમાં બેઠકમાં  અનેક એવા  મહત્વના પ્રશ્નોની  ચર્ચા કરીને તે અંગે ના નિર્ણય લેવામાં આવશે. બેઠક માં  અત્યારની  કોરોનાની વર્તમાન પરિસ્થિતિ, રાજય માં  વેક્સિનેશન કાર્યક્રમ સહિત , કર્ફ્યું આવા અનેક મુદાઓ પર નિર્ણય લેવામાં આવશે .

આ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં ઘટી રહેલા કોરોના કેસ અંગે ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત  સાથે 21 જૂનથી શરૂ થયેલા કોરોના વેક્સિનેશન અભિયાનને વધુ ગતિ આપવા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યમાં કોરોનાને કારણે લાગૂ કરાયેલા પ્રતિબંધોની  સમય મર્યાદા 26 જૂને પૂર્ણ થઈ શકે છે. તે અંગે  રાજ્યના લોકોને વધુ છૂટછાટ આપવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવી શકે છે.  આ ઉપરાંત  રાજય માં કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે તે મુદા પર ચર્ચા કરવામાં આવશે .

રાજય ની આ કારોબારીની  બેઠકમાં રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જેના સંદર્ભે ચર્ચા કરવામાં આવી શકે છે. કૃષિ વાવેતર વિસ્તારની શરૂઆત અને વાવેતર વધારવા અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. તેમજઅનેક ભરતી પરીક્ષાઓ પર કોરોનાની  મોટી અસર પડી છે.  જે અંગે એપ્રિલ-મે મહિનામાં યોજાનારી અનેક ભરતી પ્રક્રિયા રદ્દ કરવામાં આવી હતી. તો આગામી સમયમાં ભરતી પ્રક્રિયાને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે.