Not Set/ કોરોનાએ અનેક દંપતીના લગ્ન જીવન બગાડયા, વેજલપુર પોલીસ સ્ટેશનમાં 18 ફરિયાદ નોંધાઇ

અતિબ સૈયદ , મંતવ્ય ન્યુઝ, અમદાવાદ   અમદાવાદમાં કોરોના જેવી વૈશ્વિક મહામારીએ જોર વધ્યો હતો. ત્યારે સરકાર દ્વારા કોરોનાની મહામારીથી બચવા માટે લોકડાઉન લગાવાની જરૂર પડી હતી. કોરોનાની મહામારી ધીમે-ધીમે અંકુશમાં આવી ત્યારે સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય હળવો કરવામાં આવ્યો. એ પછી રાત્રી કર્ફ્યુમાં આંશિક છુટછાટ આપવામાં આવી. કોરોનાની મહામારીના કારણે મોંધવારી અને બેરોજગારીએ માથું […]

Ahmedabad Gujarat

અતિબ સૈયદ , મંતવ્ય ન્યુઝ, અમદાવાદ

 

અમદાવાદમાં કોરોના જેવી વૈશ્વિક મહામારીએ જોર વધ્યો હતો. ત્યારે સરકાર દ્વારા કોરોનાની મહામારીથી બચવા માટે લોકડાઉન લગાવાની જરૂર પડી હતી. કોરોનાની મહામારી ધીમે-ધીમે અંકુશમાં આવી ત્યારે સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય હળવો કરવામાં આવ્યો. એ પછી રાત્રી કર્ફ્યુમાં આંશિક છુટછાટ આપવામાં આવી. કોરોનાની મહામારીના કારણે મોંધવારી અને બેરોજગારીએ માથું ઉચક્યુ. ધણા બધા લોકો બેરોજગાર થતા ઘરની મુશ્કેલીઓમાં વધારો થયો. એક તરફ મોંધવારી અને બીજી કોરોનાની મહામારી. લોકડાઉન, કોરોના, મોંધવારી, બેરોજગારી આના કારણે પતિ-પત્ની વચેના ઝધડા વધ્યા. આના કારણે પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરીયાદમાં ઉછાળો આવ્યો.

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનની એક મહિનાની વાત કરીયે તો, 1 જુનથી 24 જુન સુધીમાં 18 જેટલી ફરિયાદ પતિ-પત્નીના ઝધડાની નોંધાઇ છે. જેથી આપણે સમજી શકાય છે કે જો માત્ર વેજલપુર પોલીસ સ્ટેશનમાં માત્ર 24 દિવસમાં 18 ફરિયાદ નોંધાઇ છે , તો સમગ્ર અમદાવાદમાં કેટલી ફરિયાદ નોંધાઇ હશે તે સમજી શકાય છે. અમદાવાદના 48 પોલીસ સ્ટેશનમાંથી માત્ર એક પોલીસ સ્ટેશનની વાત કરીએ તો 18 ફરિયાદ નોંધાઇ છે.

લોકડાઉન, મોંધવારી, બેરોજગારીના કારણે અત્યારે પુરૂષોના માથા ઉપર ઘરની જવાબદારી અને આવકની ચિંતા વધારે છે. તેના કારણે તેઓનું સ્વભાવ ચિડચીડો થઇ ગયો છે. તો બીજી તરફ પત્ની સાથે નાની-નાની વાતોમાં ઝધડા કે કંકાશ થવાના બનાવોમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. જેનો સીધો ઉદાહરણ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 18 ફરિયાદ ઉપરથી તારણ મેળવી શકાય છે.