જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો અંત કરી દેવામાં આવશે આ વિસ્તારમાં 200 થી વધુ આતંકવાદી સક્રીય છે. લેફટનન્ટ જનરલ ડી પી પાંડેએ ગરૂવારે જણાવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં 200 આતંકવાદીઓ સક્રીય જોવા મળે છે.અમને આશા છે કે આ વર્ષના અંત સુધી તેમનો સફાયો થઇ જશે.
લેફટનન્ટ જનરલ ડીપી પાંડે એ કહ્યું કે ખીણમાં 200 આતંકવાદી હજીપણ અહીયાં છે.આ વર્ષના અંત સુધી તેમની સંખ્યા ઘટી જશે તેમણે વધુમાં કહ્યું કે સીઝફાયર એટલા માટે થાય છે કે ખાતરી થાય કે લાઇન ઓફ કંટ્રોલ પાસે જે અમારા લોકો રહે છે તે શાંતિથી જિંદગી જીવી શકે છે.ક્યારેક સીઝફાયરનું ઉલ્લઘંન થાય છે ત્યારે લોકોને મુશકેલીઓનો સામનો કરવા પડે છે. સીઝફાયરના ઉલ્લઘન સમયે આ લોકો ટાર્ગેટ પર આવી શકે છે.
સીઝફાયરના મુદ્દા પર વાતચીત કરતા જનરલે જણાવ્યું હતું કે તે સેનાના વ્યવહાર પર નિર્ભર હોય છે. છેલ્લા ત્રણ ચાર મહિનાથી સીઝફાયર ચાલુ છે. મને વિશ્વાસ છે કે અમે સીઝફાયર અમે રોકી લઇશું પરતું કશું ખોટી થાય છે તો અમે જવાબ આપવામાં સક્ષમ છે. આ પહેલા 22 જૂને ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે જણાવ્યું હતું કે એલઓસી પર સીઝફાયર ચાલુ છે આ એક હકારાત્મક સંકેત છે,પરતું આવા સમયે હથિયારોની ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રોનથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ છે કે આંતરિક શાંતિને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
